• Gujarati News
  • Utility
  • Gadgets
  • Noise 'X Fit 1' Smartwatch Monitoring Stress And Oxygen Levels Launched, Will Last For 10 Days On Full Charge

ન્યૂ સ્માર્ટવોચ:સ્ટ્રેસ અને ઓક્સીજન લેવલ મોનિટર કરતી નોઈઝની 'X ફિટ 1' સ્માર્ટવોચ લોન્ચ થઈ, ફુલ ચાર્જમાં 10 દિવસ સુધી ચાલશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્માર્ટવોચમાં 15 સ્પોર્ટ્સ મોડ અને 100થી વધારે ક્લાઉઝ કસ્ટમાઈઝ વોચ ફેસિસ મળશે
  • વોચમાં 1.52 ઈંચની IPS ટ્રુ વ્યૂ ડિસ્પ્લે મળે છે

કોરોના આવ્યા બાદ લોકો ફિટનેસ ફ્રીક બન્યા છે. તેને ધ્યાનમાં રાખી માર્કેટમાં અવનવી સ્માર્ટવોચ લોન્ચ થઈ રહી છે. તેની હરોળમાં સ્વદેશી કંપની નોઈઝે તેની નવી સ્માર્ટવોચ 'X ફિટ 1' લોન્ચ કરી છે. કંપનીએ HRX બ્રાન્ડ સાથે પાર્ટનરશિપમાં આ વોચ લોન્ચ કરી છે. નોઈઝની આ લેટેસ્ટ વોચમાં SpO2 સેન્સર મળે છે.

કિંમત અને અવેલેબિલિટી
સ્માર્ટવોચની એક્ચ્યુઅલ પ્રાઈઝ 5999 રૂપિયા છે. કંપની સ્પેશિયલ લોન્ચિંગ ઓફરમાં તેને 2999 રૂપિયામાં વેચશે. વોચનાં સિલ્વર અને બ્લેક મેટલ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેના વ્હાઈટ અને બ્લેક સિલિકોન સ્ટ્રેપ ઓપ્શન મળે છે. તેની ખરીદી 26 નવેમ્બરે સવારે 10 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ સાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે.

'X ફિટ 1' નાં સ્પેસિફિકેશન્સ
આ વોચમાં 1.52 ઈંચની IPS ટ્રુ વ્યૂ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 360x400 પિક્સલ અને પિક્સલ ડેન્સિટી 354 ppi છે. વોચનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 86% છે. વોચમાં 100થી વધારે ક્લાઉડ બેઝ્ડ કસ્ટમાઈઝ વોચ ફેસિસ મળે છે. વોચનું વજન માત્ર 30 ગ્રામનું છે તે 9mm જેટલી પાતળી છે.

સ્ટ્રેસ સાથે ઓક્સિજન લેવલ પણ ચેક થશે

નોઈઝની લેટેસ્ટ સ્માર્ટવોચમાં 24 કલાક હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર મળે છે. આ વોચ સ્ટ્રેસ લેવલ પણ મોનિટર કરે છે. તેનું Spo2 સેન્સર બ્લડ લેવલ ઓક્સીજન લેવલ ચેક કરે છે. તેમાં સ્લીપ ટ્રેકર સાથે 15 સ્પોર્ટ્સ મોડ સપોર્ટ મળે છે. વોચને IP68 રેટિંગ મળ્યું છે. અર્થાત વોચ વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે. વોચમાં 210mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં આ બેટરી 10 દિવસનું બેકઅપ આપે છે.