તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોઈઝ કલરફિટ પ્રો 3 લોન્ચ:હવે સ્માર્ટવોચથી મહિલાઓ પિરિયડ અને પ્રેગ્નન્સી ડેટા ટ્રેક કરી શકશે, લોન્ચિંગ ઓફર હેઠળ 2 હજાર રૂપિયાનો ફાયદો

17 દિવસ પહેલા
 • આ સ્માર્ટવોચની ઓરિજિનલ કિંમત 5999 રૂપિયા છે
 • વોચમાં 1.55 ઈંચની HD ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે

નોઈઝ કંપનીએ ભારતમાં તેની લેટેસ્ટ સ્માર્ટવોચ ‘કલરફિટ પ્રો 3’ લોન્ચ કરી છે. વોચ 14 સ્પોર્ટ્સ મોડથી સજ્જ છે. સાથે જ તે બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન મોનિટરિંગ પણ કરે છે. વોચમાં 1.55 ઈંચની HD ડિસ્પ્લે મળે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં તે 10 દિવસનું બેટરી બેકઅપ આપે છે. વોચ મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે ખાસ ડેડિકેટેડ છે. કંપનીએ તેને ફિટનેસ અને લાઈફસ્ટાઈલ પ્રત્યે ઉત્સાહી લોકો માટે ડિઝાઈન કરી છે.

નોઈઝ કલરફિટ પ્રો 3: ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા
વોચની ઓરિજિનલ કિંમત 5999 રૂપિયા છે, પરંતુ હાલ લોન્ચિંગ ઓફર હેઠળ તેની ખરીદી 3999 રૂપિયામાં કરી શકશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતનાં પ્લેટફોર્મ પર વોચ ખરીદી માટે અવેલેબલ છે.
વોચ જેટ બ્લેક, જેટ બ્લૂ, રોઝ પિંક, રોઝ રેડ, સ્મોક ગ્રે અને સ્મોક ગ્રીન કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. તે કસ્ટમાઈઝેબલ અને ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસિસ સાથે ઘણા કલર અને ડિઝાઈનની સ્ટ્રિપ સાથે ઉપલબ્ધ છે.

નોઈઝ કલરફિટ પ્રો 3: બેઝિક સ્પેસિફિકેશન

 • આ વોચમાં 1.55 ઈંચની HD ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 320x360 પિક્સલ છે. તે 500 નિટ્સ બ્રાઈટનેસ સપોર્ટ કરે છે.
 • ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસ અને કસ્ટમાઈઝેબલ ફીચર યુઝ કરવા માટે તેને નોઈઝફિટ એપનાં માધ્યમથી એન્ડ્રોઈડ અને iOS સ્માર્ટફોનથી કનેક્ટ કરી શકાય છે.
 • વોચ 14 સ્પોર્ટ મોડને સપોર્ટ કરે છે. તેમાં ઓટો સ્પોર્ટ રેકગ્નિશન ફીચર પણ મળે છે. તે આપમેળે સ્પોર્ટ મોડ ડિટેક્ટ કરે છે.
 • તેમાં 210mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તેમાં 10 દિવસની બેટરી લાઈફ મળે છે. તે 5ATM વોટર રેઝિસ્ટન્સ છે. અર્થાત 50 મીટર ઊંડા પાણીમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
 • આ સ્માર્ટવોચ બ્લડ ઓક્સીજન મોનિટર, હાર્ટ રેટ ટ્રેકિંગ અને સ્ટ્રેસ લેવલ ટ્રેક કરે છે. વોચ લાઈટ સ્લીપ, ડીપ સ્લીપ અને REM (રેપિડ આઈ મૂવમેન્ટ) એમ 3 સ્ટેજમાં સ્લીપ પેર્ટન મોનિટર કરે છે.
 • ખાસ વાત એ છે કે વોચ ફીમેલ હેલ્થ ટ્રેકર સાથે આવે છે. તે પિરિયડ સહિત પ્રેગ્નન્સી ડેટા ટ્રેક કરે છે. યુઝર દ્વારા સેટ કરવામાં આવેલા પિરિયડ ડેટાને આધારે તે રિમાઈન્ડર આપે છે. તે ઓવ્યુલેશન સાયકલ વિશે પણ માહિતી આપે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો