અપકમિંગ:હેન્ડવૉશ રિમાઈન્ડર ફીચરયુક્ત નોઈઝ ‘કલરફિટ Nav’ સ્માર્ટવોચ 6 ઓગસ્ટે લોન્ચ થશે

2 વર્ષ પહેલા
 • કંપનીએ એમેઝોન પર સ્માર્ટવોચનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું
 • વોચમાં 1.4 ઈંચની ડિસ્પ્લે મળશે
 • કોવિડ-19ને ધ્યાનમાં રાખી વોચમાં હેન્ડવૉશ રિમાઈન્ડર ફીચર આપવામાં આવ્યું છે
 • વોચમાં સ્લીપ અને હાર્ટ રેટ મોનિટરિંગ મળશે
 • આ વોચ 10 સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે

સ્વદેશી વિયરેબલ્સ અને ગેજેટ મેકર નોઈઝ કંપની 6 ઓગસ્ટે તેની ‘કલરફિટ Nav’ સ્માર્ટવોચ લોન્ચ કરશે. ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વોચમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખીને ખાસ હેન્ડવોશ ફીચર આપવામાં આવ્યું છે, જે યુઝરને વારંવાર હાથ ધોવા માટે રિમાઈન્ડર આપે છે. કંપનીએ એમેઝોન પર વોચનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે.

‘કલરફિટ Nav’ સ્માર્ટવોચનાં બેઝિક સ્પેસિફિકેશન

 • આ સ્વદેશી વોચમાં 1.4 ઈંચની ડિસ્પ્લે મળશે, જે 320x320 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. તેનાં પ્રો વેરિઅન્ટ્સ કરતાં આ વોચમાં મોટો સ્ક્રીન ફેસ આપવામાં આવ્યો છે.
 • આ વોચમાં GPS સેન્સર આપવામાં આવ્યું છે, તે યુઝરના ટ્રાવેલિંગ પર નજર રાખી શકે છે. તેથી તેને Nav નામ આપવામાં આવ્યું છે.
 • અન્ય સ્માર્ટવોચની જેમ આ વોચ પણ 24x7 હાર્ટરેટ અને સ્લીપ મોનિટરિંગ કરે છે.
 • તેમાં ક્લાઉડ બેઝ્ડ કસ્ટમાઈઝ વોચ ફેસ આપવામાં આવ્યાં છે.
 • વોચને IP68 રેટિંગ મળ્યું છે. અર્થાત તે વૉટર, ડસ્ટ અને સ્વેટ રેઝિસ્ટ્ન્સ છે.
 • વોચ 10 સ્પોર્ટ મોડ અને ટ્રેક સ્પીડ પણ સપોર્ટ કરે છે. તેમાં રિઅલ ટાઈમ ડિસ્ટન્સ, પાથ, વર્કઆઉટ સહિતની માહિતી મળે છે.
 • આ વોચમાં યુઝરને ક્વિક રિપ્લાઈનો ઓપ્શન પણ મળશે. અર્થાત યુઝર સ્માર્ટફોન વગર જ મેસેજનો રિપ્લાય આપી શકશે.