• Gujarati News
  • Utility
  • Gadgets
  • 'Noise Colorfight Caliber' Smartwatch Launching Blood Oxygen Level And Body Temperature Launched, Priced At 1999

ન્યૂ લોન્ચ:બ્લડ ઓક્સીજન લેવલ અને શરીરનું તાપમાન જણાવતી 'નોઈઝ કલરફિટ કેલિબર' સ્માર્ટવોચ લોન્ચ થઈ, કિંમત ₹1999

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોચ સ્ટ્રેસ અને સ્લીપ ટ્રેકિંગ પણ કરે છે
  • ફિટનેસ ટ્રેકિંગ માટે વોચમાં 60 સ્પોર્ટ્સ મોડ મળે છે

ઈલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ બનાવનાર સ્વદેશી કંપની નોઈઝે તેની સ્માર્ટવોચ 'કલરફિટ કેલિબર' લોન્ચ કરી છે. આ વોચની ખાસ વાતે એ છે કે તે શરીરનું તાપમાન જણાવે છે. નોઈઝની આ લેટેસ્ટ વોચ 15 દિવસનું બેકઅપ આપે છે. અન્ય સ્માર્ટવોચમાં મળતાં મોટા ભાગના હેલ્થ ફીચર્સ આ સ્માર્ટવોચમાં મળી રહે છે.

નોઈઝ કલરફિટ કેલિબરની કિંમત
આ સ્માર્ટવોચની કિંમત 3999 રૂપિયા છે. ઈન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ 1999 રૂપિયામાં તેની ખરીદી કરી શકાય છે. સ્માર્ટવોચની ખરીદી ફ્લિપકાર્ટ પરથી 6 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી કરી શકાય છે.

નોઈઝ કલરફિટ કેલિબરનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • સ્માર્ટવોચમાં 1.69 ઈંચની TFT ડિસ્પ્લે છે, તેનું રિઝોલ્યુશન 240×280 પિક્સલ છે. તેમાં SpO2 ફીચર મળે છે. તે શરીરનું ઓક્સીજન લેવલ જણાવે છે. તે 24×7 હાર્ટ રેટ મોનિટર કરે છે. વોચમાં સ્ટ્રેસ અને સ્લીપ ટ્રેકિંગ ફીચર મળે છે.
  • ફિટનેસ ટ્રેકિંગ માટે તેમાં 60 સ્પોર્ટ્સ મોડ મળે છે. તેમાં 150થી વધારે કસ્ટમાઈઝેબલ અને ક્લાઉડ વોચ ફેસિસનો ઓપ્શન મળે છે.
  • વોચને IP68 રેટિંગ મળ્યું છે. અર્થાત તે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે. વોચ બ્લેક, ગ્રીન, બ્લૂ, રેડ અને વ્હાઈટ સ્ટ્રિપ્સ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે..
  • સ્માર્ટવોચમાં સિલિકોન રિસ્ટ સ્ટ્રિપ મળે છે. સ્માર્ટવોચ એપની મદદથી કનેક્ટ થાય છે.
  • સ્માર્ટવોચમાં કોલિંગ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળે છે. બ્લુટૂથ સપોર્ટ સાથે ચાર્જિંગ માટે તેમાં મેગ્નેટિક ચાર્જર મળે છે.