વ્હોટ્સએપ ન્યુ ફીચર:ગૃપમાં કોઈપણ તમારો ફોન નંબર નહીં જોઈ શકે, યુઝરને મળશે ફોન નંબર છુપાવવા માટેની સુવિધા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ પર ઘણી વખત આપણે એવા ગ્રુપમાં જોડાઈ જઈએ છીએ, કે જેમાં અમુક લોકોનું નામ પણ આપણે જાણતાં નથી કે ઓળખતાં પણ નથી હોતાં. બીજો યુઝર આપણી ઈચ્છા વિરુદ્ધ વ્હોટ્સએપનો નંબર જોઈ શકે છે અને તેને તેનાં ફોનમાં પણ સેવ કરી શકે છે, પરંતુ હવે વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની મદદથી ગૃપનો કોઈ યુઝર તમારી ઈચ્છા વગર તમારો નંબર જોઈ શકશે નહીં.

વ્હોટ્સએપનું આ ફિચર ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે અને ટેસ્ટિંગ પછી ટૂંક સમયમાં તે સ્ટેબલ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. વ્હોટ્સએપનાં આ અપકમિંગ ફીચર્સની માહિતી વૉટ્સએપનાં આવનારાં ફીચર્સને ટ્રેક કરતી વેબસાઇટ WAbetainfo દ્વારા શેર કરવામાં આવી છે.

ટ્વિટર પર આપવામાં આવી માહિતી
આ માહિતી WAbetainfo દ્વારા તેનાં ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવી છે. ટ્વીટમાં એવું કહેવામાં આવ્યું છે, કે વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેનું નામ હાઈડિંગ ફોન નંબર છે. આ ફિચર્સને સેક્શન ગૃપ ઈન્ફોર્મેશનમાં જઈને શોધી શકાય છે.

વ્હોટ્સએપ વોઇસ મેસેજ પર પણ કામ ચાલી રહ્યું છે
વ્હોટ્સએપ એક નિરંતર અપડેટેડ રહેતું પ્લેટફોર્મ છે અને તેનાં પર નિરંતર નવા-નવા ફિચર્સ આવતાં જ રહે છે. ટ્વિટર પર વ્હોટ્સએપે જાહેરાત કરી છે કે તે આજે વધુ એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ સરળતાથી વોઇસ મેસેજનો ઉપયોગ કરી શકે છે. તેમાં વાર્તાઓને ધીમી અને ઝડપથી સાંભળવાનો વિકલ્પ પણ હશે, તેને રેકોર્ડ કરી શકાય છે, જરૂર પડે તો અટકાવી શકાય છે.