પ્રો લેવલ સિક્યોરિટી:હવે પેગાસસ જેવાં સ્પાયવેરથી ડરવાની જરૂર નથી, આઈમેઝિંગ આ રીતે 30 જ મિનિટમાં આઈફોનમાં રહેલા સ્પાયવેર પકડી પાડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈફોન યુઝર્સ હવે પેગાસસ સ્પાયવેરની પણ ઓળખ કરી શકશે. સ્વિત્ઝર્લેન્ડની જિનીવા બેઝ્ડ Digi DNAએ iOS માટે એક આઈમેઝિંગ એપ તૈયાર કરી છે, જે આઈફોનમાં સ્પાયવેરની ઓળખ કરે છે. તેનો ઉપયોગ પેગાસસની ઓળખ કરવા માટે પણ થઈ શકે છે.

મેક અથવા વિન્ડોઝ કમ્પ્યુટર પર પણ કામ કરશે
કંપનીએ તેને ડિઝાઈન કરવા માટે એમનેસ્ટીના મોબાઈલ વેરિફિકેશન ટૂલકિટનો ઉપયોગ કર્યો છે. આ ટૂલનો ઉપયોગ મેક અથવા વિન્ડોઝ કમ્પ્યુટર પર કરવામાં આવે છે. તેની મદદથી માલુમ પડે છે કે ફોનમાં પેગાસસનો અટેક થયો છે કે નહિ.

આઈફોન પર પેગાસસ સ્પાયવેર અટેકની ઓળખ કરવાની પ્રોસેસ

  • આઈફોન પર પેગાસસ સ્પાયવેરની ઓળખ કરવા માટે સૌ પ્રથમ તમારે પોતાના મેક અથવા વિન્ડોઝ પર આઈમેઝિંગ એપનું નવું વર્ઝન ઈન્સ્ટોલ કરવાનું રહેશે.
  • આ અપડેટ ફ્રી છે. તેની તમામ સર્વિસના ઉપયોગ માટે લાયસન્સનું પેમેન્ટ કરવું પડતું નથી.
  • કમ્પ્યુટર પર આઈમેઝિંગ ઈન્સ્ટોલ કર્યા બાદ પ્રથમ વખત ટ્રાયલના ઓપ્શન પર ક્લિક કરો.
  • પેગાસસ સ્પાયવેરની ઓળખ કરવા માટે લાઈટનિંગ USB કેબલનો ઉપયોગ કરી તમારા આઈફોનને કમ્પ્યુટરથી કનેક્ટ કરો.
  • ત્યારબાદ રાઈટ હેન્ડ પર દેખાતા ઓપ્શનમાં નીચે સ્ક્રોલ કરી સ્પાયવેરની ઓળખ કરો.
  • સ્પાયવેર ડિટેક્શન ટૂલ સાથે કનેક્ટ થવાના બટન પર ક્લિક કરો.
  • એપ હવે તમને સર્વરથી નવું STIX (સ્ટ્રક્ચર્ડ થ્રેટ ઈન્ફોર્મેશન એક્સપ્રેશન) ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહેશે.
  • ડાઉનલોડિંગ બાદ એપ તમને એનાલિસિસ માટે આઈફોન ડેટાનું લોકલ બેકઅપ બનાવવા માટે બેકઅપ ઈન્ક્રિપ્શન ઈનેબલ કરવા માટે કહેશે. તે તમારા બેકઅપને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરશે.
  • આઈમેઝિંગ હવે તમારા ડેટાનું બેકઅપ લેવાનું શરૂ કરશે. એપ ઓટોમેટિક બેકઅપ શરૂ કરશે.
  • બેકઅપ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ આઈમેઝિંગ ડેટા ડિક્રિપ્ટ કરશે અને પેગાસસ સ્પાયવેર માટે ફાઈલ્સનું એનાલિસિસ કરશે.
  • ત્યારબાદ સ્પાયવેરના અટેકની નોટિફિકેશન મળશે. આ પ્રોસેસ પૂરી કરવામાં આઈમેઝિંગને આશરે 30 મિનિટનો સમય લાગે છે.

Digi DNA યુઝર્સને આગળ એનાલિસિસ કરવા માટે પોતાની સર્વિસ ટીમ પાસે જવાની સલાહ આપે છે. કંપની સજેસ્ટ કરે છે કે જો તમને સ્પાયવેર અટેકનો પોઝિટિવ રિપોર્ટ મળે છે અને તમે રાજકીય ક્ષેત્રથી જોડાયેલા છો તો તમારે પોતાનું સિમ કાર્ડ દૂર કરવું જોઈએ અને આઈફોન બંધ કરી દેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...