ઈન્સ્ટન્ટ બિલ પેમેન્ટ સિસ્ટમ:ઈલેક્ટ્રિસિટી બિલની ઓનલાઈન ચૂકવણી માટે નહીં જરુર પડે સ્માર્ટફોન કે ઈન્ટરનેટની, ‘UPI 123PAY’થી ભરો બિલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NCPI)એ શુક્રવારનાં રોજ જાહેરાત કરી હતી કે, ‘70થી વધુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ માટે ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ સર્વિસ 123PAY એક્ટિવ કરવામાં આવી છે, જે યૂઝર્સને ફીચર ફોન દ્વારા અને કોઈપણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂરિયાત વિના બિલની ચુકવણી કરવાની સુવિધા આપે છે.

NCPIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા સંચાલિત આ સુવિધા યૂઝર્સ માટે 123PAYદ્વારા સરળ અને ઝડપી વીજળી બિલ ચુકવણી સેવાની સુવિધા આપશે, જેથી યૂઝર્સ તેમના બેંક ખાતાઓમાંથી સીધી જ ચુકવણી કરી શકે.’

NCPIની વેબસાઇટ મુજબ UPI 123PAY ફીચર ફોન યૂઝર્સ માટે એક ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે, જે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. UPI 123PAY દ્વારા ફીચર ફોન યૂઝર્સ ચાર તકનીકી વિકલ્પોના આધારે ઘણા વ્યવહારો કરી શકે છે. તેમાં IVR (ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ) નંબર પર કોલ કરવો, ફીચર ફોનમાં એપ્લિકેશનની કાર્યક્ષમતા, મિસ્ડ કોલ-આધારિત અભિગમ અને પ્રોક્સિમિટી સાઉન્ડ-આધારિત ચુકવણીનો પણ સમાવેશ થાય છે.

યૂઝર્સે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે:
સ્ટેપ-1:
પહેલીવાર અથવા નવા યૂઝર્સે UPI પેમેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેઓ નીચે દર્શાવેલી સૂચનાઓને ફોલો કરી શકે છે.

  • ગ્રાહકે IVR નંબર (080 4516 3666 / 6366 200 200 / 080 4516 3581) પર કોલ કરવો પડશે.
  • ભાષાનો સંદર્ભ આપતી સંખ્યા પર ક્લિક કરીને ભાષા પસંદ કરો
  • તમારા બેંક ખાતાનું રજીસ્ટ્રેશન કરવાનો વિકલ્પ પસંદ કરો
  • ગ્રાહકે ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરવાની રહેશે.
  • ગ્રાહકે UPI પિન સેટ કરવો પડશે.
  • હવે યુઝર UPI પેમેન્ટ કરવા માટે તૈયાર છે.

સ્ટેપ-2: એક વખત રજીસ્ટ્રેશન થયા પછી, ગ્રાહકે 123Pay પેમેન્ટ નંબરો (080 4516 3666/ 6366 200 200 / 080 4516 3581)પર ફરીથી કોલ કરવાનો રહેશે.
સ્ટેપ-3: ઓપ્શનને અનુરૂપ નંબર ડાયલ કરીને ઇલેક્ટ્રિસિટી બિલની ચુકવણીનો વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ-4: ગ્રાહકે ઇલેક્ટ્રિસિટી બોર્ડનું નામ બોલવું પડશે, જેના માટે ચૂકવણી કરવાની છે.
સ્ટેપ-5: ત્યારબાદ યૂઝર્સે કોલ પર આપેલી સૂચના મુજબ ગ્રાહકનો નંબર અને અન્ય વિગતો દાખલ કરવી પડશે.
સ્ટેપ-6: યૂઝર્સને બાકી બિલની રકમની જાણકારી મળશે.
સ્ટેપ-7: તમારો UPI પિન દાખલ કરો અને ચુકવણીને મંજૂરી આપો.