યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:નવાં ગેલેક્સી Z ફોલ્ડ 3 અને Z ફ્લિપ 3 જૂનાં મોડેલ કરતાં 80% વધારે સ્ટ્રોન્ગ, ફર્સ્ટ લુકમાં જાણો તમામ ફીચર્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Z ફોલ્ડ 3 અને Z ફ્લિપ 3 બંને ફોનમાં આર્મર એલ્યુમિનિયમ ડિઝાઈન મળે છે
  • ગેલેક્સી Z ફોલ્ડ 3માં S પેન સપોર્ટ મળે છે

સ્માર્ટફોન માર્કેટમાં આજકાલ ફોલ્ડેબલ સ્માર્ટફોનની બોલબાલા છે. આ મહિનાની અનપેક્ડ ઈવેન્ટમાં સેમસંગે તેના નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન 'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G' અને 'ગેલેક્સી Z ફ્લિપ 3 5G' લોન્ચ કર્યાં છે. લોન્ચિંગ બાદ બંને ફોનનો ઉપયોગ પ્રાઈમરી ફોન તરીકે થયો. આ બંને ફોનમાં કઈ ખાસિયતો છે આવો જાણીએ...

બંને ફોનની કિંમતમાં આકાશ-જમીનનો ફરક છે. Z ફોલ્ડ 3ની પ્રારંભિક કિંમત 1,49,999 રૂપિયા છે તો Z ફ્લિપ 3 મોડેલના બેઝિક વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા છે. બંનેની કિંમત ભલે અલગ હોય પરંતુ તેમનાં મોટા ભાગના ફીચર્સ એક જેવાં જ છે.

બંને ફોનના ફીચર્સની સમાનતા

  • Z ફોલ્ડ 3 અને Z ફ્લિપ 3 બંને ફોનમાં આર્મર એલ્યુમિનિયમ ડિઝાઈન મળે છે. તે ફોનને વધુ સ્ટ્રોન્ગ બનાવે છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટ્સ મળે છે. 5 મીટરની ઊંચાઈએથી પણ ફોન જો પટકાય તો તે બચી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ બંને મોડેલ તેનાં જૂનાં મોડેલ કરતાં 80% વધુ સ્ટ્રોન્ગ છે. બંને ફોનને IPX8 રેટિંગ મળ્યું છે. અર્થાત ફોન વૉટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
  • જૂનાં મોડેલમાં ફોન જ્યાંથી ફોલ્ડ થતો તે જગ્યાએ થોડી કરચલી જેવું લાગતું હતું જ્યારે આ નવાં મોડેલમાં એવું કશું જ નથી.
  • બંને ફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ મળે છે. બંને ફોન 5G કનેક્ટિવિટી અને સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે.

આ ફીચર્સ બંને ફોનને અલગ કરે છે

  • બંને ફોનની ફોલ્ડિંગ મિકેનિઝ્મ અલગ છે. ગેલેક્સી Z ફ્લિપ 3 ક્લેમશેલ ડિઝાઈન ધરાવે છે તો ગેલેક્સી Z ફોલ્ડ 3 પુસ્તકની જેમ ઓપન થાય છે.
  • ફોલ્ડ 2 ની સરખામણીએ Z ફોલ્ડ 3 વજનમાં હળવો પરંતુ વધુ મજબૂત છે. Z ફોલ્ડ 3માં 6.2 ઈંચની આઉટર ડિસ્પ્લે પણ જૂનાં મોડેલ કરતાં મોટી છે. ટેબ્લેટ રીતે ઓપન થઈ તેની સ્ક્રીન 7.6 ઈંચની થાય છે.
  • કંપનીએ Z ફોલ્ડ 3માં S પેન સપોર્ટ પણ આપ્યો છે. તેની ખરીદી અલગથી કરી શકાય છે. જૂનાં મોડેલમાં S પેન સપોર્ટ મળતો નહોતો.
  • Z ફોલ્ડ 3માં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે. આ એક નવી ટેક્નોલોજી છે. ડાર્ક મોડમાં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા શૉ થતો નથી. બ્રાઈટ મોડમાં તેની ઓળખ કરી શકાય છે. જૂનાં મોડેલ કરતાં આ મોડેલમાં તેની પિક્સલ ડેન્સિટી ઓછી છે.

અનફોલ્ડ થયા બાદ મુઠ્ઠીમાં પણ આવી જશે ફોન
આ ફોલ્ડેબલ ફોન તેની કોમ્પેક્ટ ડિઝાઈન અને ઓછી કિંમતને કારણે વધારે વેચાઈ શકે છે. જે યુઝરને પોકેટેબલ ફોન પસંદ હોય તેમના માટે આ ફોન કામનો છે. અનફોલ્ડ થયા બાદ ફોનની સ્ક્રીન 6.7 ઈંચની થાય છે. ફોલ્ડ થયા બાદ તે તમારી મુઠ્ઠીમાં પણ આવી જાય છે. Z ફ્લિપ 3ની આઉટર ડિસ્પ્લે જૂનાં મોડેલ કરતાં બમણી છે. તેમાં નોટિફિકેશન, પ્રિવ્યૂ અને ઘણાં વિજેટ્સ ઈન્સ્ટોલ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...