સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરને 44 અબજ ડોલર (લગભગ 3.36 લાખ કરોડ રૂપિયા)માં ખરીદનાર વિશ્વના સૌથી ધનિક ઈલોન મસ્કની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક કહેવાતા સ્પામ બોટ્સ (ફેક એકાઉન્ટ) ને હટાવવાની છે. ટ્વિટર ઓડિટ ટૂલ સ્પાર્કટોરો મુજબ ટ્વિટર પર મસ્કને ફોલો કરનારા 8.79 મિલિયન લોકોમાંથી 48 ટકા લોકો નકલી છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, મસ્કના ફોલોઅર્સની વધવા પાછળ આ ફેક એકાઉન્ટ્સનો મોટો ફાળો છે.
સોશિયલ પ્લેટફોર્મ પરથી ફેક એકાઉન્ટ દૂર કરશે ટ્વિટર
સ્પાર્કટોરોનો અંદાજ છે કે, આ એવા એકાઉન્ટ્સ છે જેની કોઈની પાસે એક્સેસ નથી. આનો અર્થ એ છે કે, તે સ્પામ બોટ છે અથવા પ્રમોશન વગેરે માટે લાંબા સમયથી ટ્વિટર પર સક્રિય છે. મસ્કે ગયા મહિને ટ્વિટર ડીલ સમયે જાહેરાત કરી હતી કે, તે સોશિયલ પ્લેટફોર્મ પરથી ફેક એકાઉન્ટ્સ દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે.
મસ્ક સ્પામ બોટ્સને દૂર કરીને ટ્વિટરને પહેલા કરતા વધુ સારું બનાવશે
"હું નવા ફીચર લાવીશ અને એલ્ગોરિધમ્સને ઓપન સોર્સ બનાવીને અને સ્પામ બોટ્સને દૂર કરીને તથા તમામ લોકોને પ્રમાણિત કરીને ટ્વિટરને પહેલાં કરતા વધુ સારું બનાવવા માંગુ છું." તેમણે કહ્યું હતું કે, સ્પામ બોટ્સ એ ઓટોમેટિક એકાઉન્ટ્સ છે જે સાઇટ પરના વાસ્તવિક લોકોની એક્ટિવિટીની નકલ કરે છે અને ખોટી માહિતી ફેલાવવાથી માંડીને મુદ્રીકરણ યોજનાઓને પ્રોત્સાહન આપવા અને મેલેશિયસ વસ્તુઓને દૂર કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા હોય છે.
2017માં 1 કરોડથી પણ ઓછા હતા, આજે 9 ગણા ફોલોઅર્સ વધ્યા
વર્ષ 2017માં ઈલોન મસ્કના ટ્વિટર પર 10 મિલિયનથી પણ ઓછા ફોલોઅર્સ હતા. ત્યારબાદ તેમના ટ્વીટ આવવા લાગ્યા હતા. વર્ષ 2018 બાદ તેમના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી. 5 વર્ષથી પણ ઓછા સમયમાં તેમના ફોલોઅર્સ 9 ગણા થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.