• Gujarati News
  • Utility
  • Gadgets
  • New Rendering Technology And 2051 Theme Based 'PUBG: NEW STATE' Game Launched, Gaming Requires Minimum 2GB RAM

PUBG: NEW STATE ગેમ લોન્ચ:એક જ કલાકમાં 5 લાખથી વધારે વખત ડાઉનલોડ થઈ ગેમ, યુઝર્સ 2051માં જઈ ફ્યુચરમાં ગેમ રમી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ નવી મોબાઇલ બેટલ રોયલ ગેમમાં નવો મેપ અને પ્રો ગેમિંગ એક્સપિરિયન્સ મળશે
  • ગેમ રમવા માટે ફોનમાં 64 બીટનું પ્રોસેસર હોવું જરૂરી

ફાઈનલી PUBGની નવી સિરીઝ 'NEW STATE' ભારત સહિત ગ્લોબલી લોન્ચ થઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર ગેમ ડાઉનલોડ માટે અવેલેબલ છે. સર્વરમાં ટેક્નિકલ ખામીને કારણે ગેમનું લોન્ચિંગ 2 કલાક મોડું થયું. કંપનીએ સોશિયલ મીડિયા પર એની માફી પણ માગી છે.

ફ્રી ટુ પ્લે મોબાઇલ ગેમ

ન્યૂ સ્ટેટ ગ્લોબલ લેવલે 17 અલગ અલગ ભાષા માટે ફ્રી ટુ પ્લે અવેલેબલ છે. વર્ષ 2051ની થીમ પર બેઝ્ડ ન્યૂ સ્ટેટ નેક્સ્ટ જનરેશનનો બેટલ રોયલ એક્સપિરિયન્સ કરાવશે. આ નવી ગેમમાં નવી રેન્ડરિંગ ટેક્નોલોજી અને 1 ગનપ્લે સિસ્ટમ સામેલ હશે. એની સરખામણી PC વર્ઝનની જૂની PUBG સાથે કરવામાં આવી રહી છે.

નવો મેપ અને પ્રો ગેમિંગ એક્સપિરિયન્સ

PC અને કોન્સોલ માટે ઓરિજિનલ PUBG ગેમની જેમ આ મોબાઈલ બેટલ રોયલ ગેમ પણ PUBG સ્ટુડિયોએ ડેવલપ કરી છે. એમાં નવો મેપ અને સારો ગેમિંગ એક્સપિરિયન્સ મળશે.

આ ફોન પર સપોર્ટ કરશે

NEW STATE ગેમ એન્ડ્રોઈડ 6.0 માર્શમૅલો અને એનાથી ઉપરના વર્ઝન તેમજ iOS 13 અને એની ઉપરના વર્ઝન પર સપોર્ટ કરશે. આ ગેમની સાઈઝ 1.4GBની છે. ગેમ રમવા માટે ફોનમાં 64 બીટનું પ્રોસેસર અને મિનિમમ 2GBની રેમ હોવી જરૂરી છે.

5 કરોડથી વધારે પ્રી-રજિસ્ટ્રેશન થયાં

PUBG ન્યૂ સ્ટેટનું અનાઉન્સમેન્ટ કંપનીએ ફેબ્રુઆરીમાં કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે આ ગેમના એન્ડ્રોઈડ અને iOS પર કુલ 5 કરોડ પ્રી-રજિસ્ટ્રેશન થયાં હતાં.. ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન ભારતમાં સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. હાલ ગેમ ભારતમાં રમવા માટે અવેલેબલ છે.