Mahindra Scorpio 2022:ન્યૂ મહિન્દ્રા સ્કોર્પિયો-2022ની ધમાકેદાર એન્ટ્રી , "બિગ ડેડી ઓલ ઑફ યુ SUV" ટેગલાઇન સાથે ટીઝર રિલીઝ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા ટૂંક સમયમાં જ પોતાની લોકપ્રિય SUV સ્કોર્પિયોનું નવું વર્ઝન લઈને આવી રહી છે. ઓટો જાયન્ટે તાજેતરમાં જ તેની આગામી SUVનું ઓફિશિયલ ટીઝર બહાર પાડ્યું છે. જોકે, કંપનીએ આ મોડલના નામની પુષ્ટિ નથી કરી, પરંતુ નવા ટીઝરને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે તે નવી 2022 અપડેટેડ સ્કોર્પિયો(Mahindra Scorpio 2022) હશે, જેને Z -101 કોડનેમ આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાની ન્યૂ જનરેશન સ્કોર્પિયો SUV (Mahindra SUV)નું એક વીડિયો ટીઝર રિલીઝ કર્યું છે.

કંપનીએ પોતાની નવી SUVના ટીઝરમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કર્યો છે. આ કારની જાહેરાત સાથે અમિતાભ બચ્ચનના જોડાણનો વધુ એક સંકેત એ છે કે, કંપનીએ પોતાની નવી SUV માટે SUVની ટેગલાઇન 'બિગ ડેડી' આપી છે, તો અમિતાભ બચ્ચનને લોકો બીગબી પણ કહે છે.આ બીજી વખત છે જ્યારે મહિન્દ્રાએ તેના એક વીડિયોમાં બોલિવૂડના મોટા અભિનેતાના અવાજનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે જ્યારે કંપનીએ પોતાનો નવો લોગો રજૂ કર્યો હતો, ત્યારે તેના વીડિયોમાં નસીરુદ્દીન શાહના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Mahindra Scorpio 2022ની સંભવિત કિંમત
નવી મહિન્દ્રા સ્કોર્પિયોમાં શું થશે તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ ટીઝર વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ચેન્નઈની મહિન્દ્રા રિસર્ચ વેલીમાં તેના પર કામ કરવામાં આવ્યું છે. અન્ય રિપોર્ટ્સ અનુસાર, તેને મુંબઈના મહિન્દ્રા ઈન્ડિયા ડિઝાઈન સ્ટુડિયોમાં ડિઝાઈન કરવામાં આવી છે. આ વીડિયો જોઈને ખબર પડે છે કે તેનો એક્સટીરિયર લુક નવો હશે. એટલું જ નહીં, આ એલઇડી હેડલેમ્પ્સ, સી આકારના એલઇડી ડીઆરએલ, એલઇડી ફોગ લેમ્પ્સ સાથે આવી શકે છે. તેની કિંમત ૧૨ થી ૧૮ લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.આ સેગમેન્ટમાં તેની ટક્કર ટાટા હેરિયર અને જીપ કમ્પાસ જેવી અન્ય એસયુવી પ્લેયર્સ સાથે થશે.

Mahindra Scorpio 2022ની ડિઝાઇન
લેટેસ્ટ-જનરેશન અપડેટ સાથે એબ્સોલ્યુટલી સ્કોર્પિયો નવી ડિઝાઇન સાથે આવશે. નવીનતમ ટીઝર કારમાં સિક્રેન્શીયલ ટર્ન સાથે ડબલ રૂમ ફુલ એલઇડી હેડલેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નજીકથી જોતાં ટીઝરમાં નવા સી-આકારના એલઇડી ડીઆરએલ અને એલઇડી ફોગ લેમ્પ્સ પણ છે. જ્યારે SUVની ઓવરઓલ પ્રોફાઇલ યથાવત્ રહેવાની આશા છે. જોકે, તેના બાહ્ય દેખાવને વધુ સુધારવા માટે તેમાં કેટલીક નવી હાઇલાઇટ્સ ઉમેરવામાં આવી શકે છે. નવા લુક ઉપરાંત લેટેસ્ટ સ્કોર્પિયોને ફુલ એલઇડી લાઇટિંગ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ડ્રાઇવ મોડ, ઓટો એન્જિન આઇડલ-સ્ટાર્ટ-સ્ટોપ, 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ, કનેક્ટેડ કાર જેવા નવા ફીચર્સની લાંબી યાદીનો પણ લાભ મળશે. ટેક XUV700નું સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જેમાં 7 ઇંચની સ્ક્રીન, ઇલેક્ટ્રિક સનરૂફ અને વાયરલેસ ફોન ચાર્જિંગ છે.