નવા IT નિયમ લાગુ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સરકાર કડક વલણ અપનાવી રહી છે. ઘણા સમયથી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય લોકોના ફોટોઝ ઉપયોગ કરવા અંગે લાલ આંખ કરી છે. હવે સરકારે આવા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર બંધ કરવા ફરજિયાત કર્યા છે. આ નિયમ ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિતના તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થાય છે. જે વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી ફેક અકાઉન્ટ બનાવાયું છે તે વ્યક્તિ પોતે અથવા તેને બદલે કોઈ પણ ફરિયાદ કરી શકે છે.
નવા IT રુલ હેઠળ નવો નિયમ અનિવાર્ય
સરકારે કહ્યું કે નવા IT રુલ્સ હેઠળ નવા નિયમને અનિવાર્ય બનાવાયો છે. આ નિયમ બાદ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ મળ્યાના 24 કલાકમાં ફેક અકાઉન્ટ બંધ કરવું પડશે. આ નવા નિયમથી ફેક અકાઉન્ટ હવે ફેક ન્યૂઝનો ફેલાવો નહિ કરી શકે.
નવા નિયમને ઉદાહરણથી સમજો
જો કોઈ ફિલ્મ એક્ટર, ક્રિકેટર, રાજનેતા અથવા અન્ય કોઈ આરોપ લગાવે છે કે અન્ય યુઝર તેના ફોલોઅર્સ વધારવા માટે તેના ફોટોનો ઉપયોગ કરે છે તો આવા અકાઉન્ટને બંધ કરવા માટે કહી શકે છે. એક રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહેવાયું છે કે આ પ્રાવધાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે બનાવેલા નવા IT રુલ્સ સાથે પ્રભાવી થઈ ગયા છે. તેવામાં સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ મળ્યાના 1 દિવસમાં કામ કરવું પડશે.
ફેમસ પર્સનાલિટી માટે ફેક અકાઉન્ટ્સ મોટી સમસ્યા
સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુઅન્શર્સ, એક્ટિવિસ્ટ અને કોર્પોરેટ ક્ષેત્રના લોકો માટે ફેક અકાઉન્ટ મોટી સમસ્યા છે. આ લોકોના અકાઉન્ટની વિવિધ જગ્યાએથી નકલ કરવામાં આવે છે. ઘણી વખત ખોટો વ્યવહાર, ગુના અથવા નાણાકીય ફ્રોડ માટે ફેક અકાઉન્ટ બનાવાય છે. તેમાંથી કેટલાક વેલનોન પર્સનાલિટીના ફેન્સ તરફથી બનાવવામાં આવે છે જ્યારે કેટલાક બોટ્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
ફેક અકાઉન્ટ આખી દુનિયા માટે જોખમ
ફેક અકાઉન્ટ આખી દુનિયા માટે જોખમ છે. માનવામાં આવે છે કે કેટલાક વર્ષોમાં ફેક અકાઉન્ટને કારણે અબજો ડોલરનું નુક્સાન થયું છે. વિવિધ પ્રકારના ગુના માટે ફેક અકાઉન્ટ જવાબદાર છે. ફેક ન્યૂઝના માધ્યમથી ફેમસ પર્સનાલિટીને ટાર્ગેટ કરવામાં આવે છે. ઘણી વખત કોર્પોરેટ અને કારોબારીઓ માટે પણ ફેક ન્યૂઝ મુસીબત બની જાય છે. કોર્પોરેટના ફેક અકાઉન્ટ મોટે ભાગે ફિશિંગ અટેક, વિરોધી કંપનીઓના પ્રોડક્ટ સેલ અને ઘોટાળા માટે ઉપયોગ કરાય છે.
અસલ અકાઉન્ટની જેમ વ્યવહાર કરે છે ફેક અકાઉન્ટ
ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિતના પ્લેટફોર્મ ફેમસ પર્સનાલિટીના અકાઉન્ટ્સ વેરિફાય કરે છે. તેમ છતાં તેમના નામનાં અનેક ફેક અકાઉન્ટ્સ હોય છે. દેશમાં ઘણા ઉદાહરણ છે કે આવા ફેક અકાઉન્ટ્સ પર લોકોએ ભરોસો કરી લીધો છે.
આમ થવા પાછળનું કારણ એ છે કે વેરિફાઈડ અકાઉન્ટની માહિતી સીમિત છે. મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર ટ્વિટરના બ્લૂ ટિક જેવા વેરિફાય ટૂલથી અજાણ છે. નવા IT રૂલ્સમાં યુઝર્સને અકાઉન્ટ વેરિફાયનો ઓપ્શન આપવામાં આવે તેનું પ્રાવધાન છે. 50 લાખથી વધારે યુઝર્સવાળા પ્લેટફોર્મ માટે અકાઉન્ટ વેરિફાયનો વિકલ્પ અનિવાર્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.