રિપોર્ટ:આઈપેડ 8થી ઘણું સસ્તું હશે આઈપેડ 9, તેમાં મોટી ડિસ્પ્લે અને આઈફોન 11નું ચિપસેટ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • હાલના આઈપેડ 8ની સરખામણીએ આઈપેડ 9માં 10.5 ઈંચની રેટિના ડિસ્પ્લે મળી શકે છે
 • આઈપેડ 9માં કંપની આઈફોન 11ના A13 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરી શકે છે

સપ્ટેમ્બરમાં એપલે 29,900 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે એક નવું બેઝ લેવલનું આઈપેડ લોન્ચ કર્યું હતું. આ આઈપેડ 8th જનરેશન અથવા આઈપેડ 8 કહેવાય છે. આ મોડેલમાં જૂના મોડેલ કરતાં માત્ર એક જ વસ્તુનો ફરક હતો. તેમાં A12 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અમે આઈપેડ 8નો રિવ્યૂ કર્યો અને માલુમ પડ્યું કે આ ટેબ્લેટની મેક્સિમમ જરૂરિયાતો માટે પૂરતું છે. જોકે તે જૂનું લાગે છે અને તેને અપડેટની આવશ્યકતા છે. રિપોર્ટ્સ પ્રમાણે, એપલ પહેલાંથી જ અપગ્રેડેશન પર કામ કરી રહી છે. આ આઈપેડ આગામી વર્ષે લોન્ચ થઈ શકે છે. તેના કેટલાક લીક રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે.

ટિપ્સ્ટરે લીક કરી ડિટેલ્સ

ટિપ્સ્ટર ટ્રોન (@cozyplanes)ની લેટેસ્ટ પોસ્ટ મુજબ, નેક્સ્ટ જનરેશન બેઝ આઈપેડમાં આઈફોન 11ના ચિપસેટનો ઉપયોગ થઈ શકે છે.જોકે કંપનીએ આ લીકની કોઈ પુષ્ટિ કરી નથી. એપલ નેક્સ્ટ જનરેશન આઈપેડ 9 માટે બેઝ મોડેલ તરીકે છેલ્લી જનરેશન આઈપેડ એરનો ઉપયોગ કરી શકે છે.

આઈપેડ 9નાં સંભવિત સ્પેસિફિકેશન

 • એપલે અત્યાર સુધી 2021ના લોન્ચિંગ વિશે કોઈ યોજના જાહેર કરી નથી, પરંતુ નેક્સ્ટ જનરેશન આઈપેડ 9 માર્ચમાં લોન્ચ થઈ શકે છે.
 • હાલના આઈપેડ 8ની સરખામણીએ, આઈપેડ 9માં 10.5 ઈંચ રેટિના ડિસ્પ્લે મળી શકે છે.
 • એપલ આઈફોન 11ના A13 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. તે 4GB રેમ સાથે લોન્ચ થઈ શકે છે.

નવું આઈપેડ પાતળુ અને વજનમાં હળવું હશે

 • રિપોર્ટ્સ પ્રમાણે, આઈપેડ 9 પાતળુ અને વજનમાં હળવું હશે. તે ટચ આઈડી સેન્સર સાથે હોમ બટનથી સજ્જ હોઈ શકે છે.
 • અર્થાત ડિઝાઈન નવા આઈપેડ એરના આધુનિક બેઝલલેસ ને બદલે જૂના આઈપેડ જેવી જ હશે.
 • એપલ પાસે પોતાની ડિઝાઈનને શક્ય હોય એટલા લાંબા સમય સુધી રિસાઈકલ કરવાની પ્રવૃત્તિ છે.
 • આઈપેડ 9માં, એપલ લાસ્ટ-જનરેશન આઈપેડ એરની ડિઝાઈન રિસાઈકલ કરી શકે છે, જે 2019માં લોન્ચ કર્યું હતું.
 • આ આઈપેડ એર ફર્સ્ટ-જનરેશન આઈપેડ પ્રોની ડિઝાઈનને આધારિત હતું.

કંપનીનું લક્ષ્ય ઓછી કિંમત રાખવાનું

 • હાર્ડવેર અપડેટ કર્યા પછી પણ એપલનું લક્ષ્ય છે કે આઈપેડ 9ની કિંમત ઓછી રાખવામાં આવે.
 • ટિપ્સટરનું કહેવું છે કે, આઈપેડ 9ની $299 (21,986 રૂપિયા) પ્રારંભિક કિંમત તરીકે ધારણા કરી શકાય થે. તે આઈપેડ 8ના બેઝ વેરિઅન્ટની સરખામણીમાં ઘણી ઓછી છે.
 • એવી શક્યતાઓ છે કે એપલ ઓછી કિંમત રાખવા માટે 32GB સ્ટોરેજ વેરિઅન્ટ પર સ્થિર રહી શકે છે.
 • આ ઉપરાંત આઈપેડ 9 હજુ પણ પોતાના અનોખા ચાર્જિંગ મેકેનિઝ્મની સાથે ફર્સ્ટ-જનરેશન એપલ પેન્સિલ આપી શકે છે.

મોટી ડિસ્પ્લે-બેટરીની સાથે આઈફોન SE (2021) લોન્ચ થશે: રિપોર્ટ

 • જો કે, હજુ આ રિપોર્ટ પર વિશ્વાસ ના કરી શકાય કારણકે એપલે ઓફિશિયલી હજુ કઈ કહ્યું નથી.
 • એપલ યુનિવર્સમાં અફવાઓ પ્રમાણે, 2021 માટે આઈફોન SE મોડલ એક મોટી ડિસ્પ્લે અને મોટી બેટરી સાથે આવશે. તે આઈફોન 8 પ્લસ પર આધારિત હોઈ શકે છે.