તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • New Feature For Facebook Messenger And Instagram Will Come In Vanish Mode, Message Will Be Deleted Automatically

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:ફેસબુક મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ માટે નવું ફીચર વેનિશ મોડ આવશે, મેસેજ આપમેળે ડિલીટ થઈ જશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેનિશ મોડમાં ટેક્સ્ટ, ઇમોજી, ઇમેજિઝ, વોઇસ મેસેજ અને સ્ટિકર વગેરે રીડ કર્યા પછી આપમેળે ડિલીટ થઈ જશે
 • વેનિશ મોડમાં અપડેટ આવ્યા બાદ મેસેન્જર ચેટ થ્રેડ સ્વાઇપ અપ કરતાં જ ફીચર એનેબલ થઈ જશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક તેના મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે નવું ફીચર વેનિશ મોડ લોન્ચ કરવા જઈ રહી છે. મેસેન્જર યુઝર્સ માટે તેને પહેલા રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર એનેબલ થયા બાદ જેવા તમે મેસેજ વાંચી લેશો અને ચેટમાંથી બહાર આવી જશો કે તરત જ તે આપમેળે ડિલીટ થઈ જશે. વેનિશ મોડમાં ટેક્સ્ટ, ઇમોજી, ઇમેજિઝ, વોઇસ મેસેજ અને સ્ટિકર વગેરે રીડ કર્યા પછી આપમેળે ડિલીટ થઈ જશે

આ ફીચર કેવી રીતે કામ કરશે?

 • ફેસબુકનાં આ નવાં ફીચરને યુઝ કરવું બહુ સરળ છે. વેનિશ મોડમાં અપડેશન આવ્યા પછી મેસેન્જર ચેટ થ્રેડ સ્વાઇપ કરતાં જ આ ફીચર એનેબલ થઈ જશે. ત્યારબાદ સ્ક્રીન ડાર્ક થઈ જશે. તેમજ, સ્વાઇપ અપ કર્યા બાદ તે ફરીથી નોર્મલ મોડમાં આવી જશે.
 • જો તમે આ ફીચરને ડિસેબલ કરવા માગતા હો તો તમારે સ્ક્રીન પર જોવા મળી રહેલું ટર્ન ઓફ વેનિશ મોડ બટન પર ટેપ કરવું પડશે. આ બટન ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે.

વ્હોટ્સએપમાં ડિસઅપિયરિંગ ફીચર આવી રહ્યું છે

 • તાજેતરમાં જ ફેસબુકની માલિકીની કંપની વ્હોટ્સએપે તેના યુઝર્સ માટે ડિસઅપિયરિંગ ફીચરને રોલઆઉટ કરી દીધું છે. ડિયઅપિયરિંગ ફીચર દ્વારા 7 દિવસ પછી ચેટમાંથી આપમેળે મેસેજ ડિલીટ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.
 • વ્હોટ્સએપનું આ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર ઇન્ડિવિડ્યુઅલ અને ગ્રૂપ ચેટ બંને માટે છે. જો કે, ગ્રૂપ ચેટમાં માત્ર એડમિન જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. તેમજ, આ ફીચર ફોરવર્ડેડ મેસેજ પર કામ નહીં કરે. આ સાથે જ મેસેજ ડિયઅપિયરિંગ ફીચર દ્વારા યુઝર્સ મેસેજ કોપી કરીને સેવ કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો