ટેક અપડેટ:નેટફ્લિક્સમાં મળશે હવે થિયેટર જેવી મજા, આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાં રોલઆઉટ થયું નવું ફિચર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેટફ્લિક્સ વર્તમાન સમયમાં એક પોપ્યુલર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ચુક્યું છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે, જે આના વિશે જાણતું ના હોય. આ પ્લેટફોર્મ પર તમને સબ્સ્ક્રિપ્શન આધારિત સ્ટ્રીમિંગ સેવા મળે છે. આ પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન લઈને તમે ઈન્ટરનેટ-કનેક્ટેડ ડિવાઈસ પર જાહેરાતો વિના પોપ્યુલર ટીવી શોઝ અને મૂવીઝ જોઈ શકો છો. તમે તમારા iOS, એન્ડ્રોઇડ અથવા વિન્ડોઝ ડિવાઇસમાં આ ટીવી શો અને મૂવીઝ ડાઉનલોડ પણ કરી શકો છો.

આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે પોતાના સબ્સક્રાઈબર્સ માટે એક નવું ફિચર રોલઆઉટ કરવા અંગે જાહેરાત કરી છે. આ નવું ફિચર કોઈપણ વધારાની એસેસરીઝ અથવા ડિવાઈસના ઉપયોગ વિના કામ કરશે. નેટફ્લિક્સ પોતાના ઓરિજિનલ શોઝ અને મૂવીઝ માટે એક સ્પેશિયલ ઓડિયો ઈફેક્ટ ફિચર પ્લેટફોર્મ પર એડ કરવા જઈ રહ્યું છે, જે તમને મૂવીઝ જોતાં સમયે થિયેટર જેવી મજા આપશે. લોકપ્રિય સ્ટ્રીમિંગ સર્વિસે જર્મન ઓડિયો બ્રાન્ડ સેન્હાઈઝર સાથે ભાગીદારી કરી છે, જે ડિવાઈસ અને સ્ટ્રીમિંગ પ્લાનને ધ્યાનમાં લીધા વિના તમામ નેટફ્લિક્સ યુઝર્સને મળશે. તેથી, જ્યાં સુધી તમે આ ફિચરને સપોર્ટેડ કન્ટેન્ટ જોતાં હશો ત્યાં સુધી નેટફ્લિક્સને સપોર્ટ કરતાં કોઈપણ ડિવાઇસ સાથે આ ફીચર કામ કરશે અને તમને થીયેટર જેવી મજા આપશે.

નેટફ્લિક્સનો લોકપ્રિય ઓરિજિનલ શો ‘Stranger Things’માં તમે આ ફિચરનો અનુભવ કરી શકશો. આ સિવાય આ ફિચરને સપોર્ટ કરતાં હોય તેવા કન્ટેન્ટમાં ‘Red Notice’ અને ‘The Witcher’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. નેટફ્લિક્સે આ ફિચરની જાહેરાત કરતાં એક બ્લોગ પોસ્ટમાં એમ પણ ઉમેર્યું હતું, કે આ ફિચર 4K, HDR, Dolby Atmos and Netflix Calibrated Mode સાથે તમને એક સારો એવો મૂવી સ્ટ્રીમીંગ એક્સપિરીયન્સ મળશે. જો કે, મારા મતે આ ફિચરનો એક નેગેટિવ પોઈન્ટ એ કહી શકાય, કે તે ફક્ત નેટફ્લિક્સના ઓરિજિનલ શો અને મૂવીઝ પર જ સપોર્ટ કરશે.