ન્યૂ સ્ટાર્ટ:નેટફ્લિક્સ હવે વીડિયો ગેમિંગ માર્કેટમાં એન્ટ્રી કરશે, કંપનીએ વીડિયો ગેમ એક્ઝિક્યુટિવની શોધ શરૂ કરી

5 મહિનો પહેલા
  • નેટફ્લિક્સની આ ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ જેવી જ હશે
  • નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસમાં સબસ્ક્રાઈબર્સને અનલિમિટેડ ગેમનો એક્સેસ મળશે

મોસ્ટ પોપ્યુલર વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ હવે તેની કિસમત ગેમિંગ માર્કેટમાં અપનાવવા જઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે તેના માટે કંપનીએ સીનિયર એક્ઝિક્યુટિવની શોધ શરૂ કરી છે. નેટફ્લિક્સની આ ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ જેવી જ હશે. તેમાં સબસ્ક્રાઈબર્સને અનલિમિટેડ ગેમનો એક્સેસ મળશે.

નેટફ્લિક્સ આ પહેલાં You vs. Wild ઓરિજલની સિરીઝ બેઝ્ડ ગેમ પણ બનાવી ચૂકી છે. કંપની સ્ટ્રેન્જર થિંગ્સ અને મની હાઈસ્ટ જેવી તેની ઓરિજિનલી સિરીઝ બેઝ્ડ ગેમ ડેવલપ કરી રહી છે. હવે કંપની ઓફિશિયલી ગ્લોબલ ગેમિંગ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જો નેટફ્લિક્સ ઓફિશિયલી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં તેના શ્રીગણેશ કરશે તો ઈન્ડ્સ્ટ્રીમાં મોટા ફેરફાર આવી શકે છે.

એપલ આર્કેડ
એપલ આર્કેડ એપલનું વીડિયો ગેમિંગ સબસ્ક્રિપ્શન છે. તેમાં યુઝરને દર મહિનાનું $4.99 સબસ્ક્રિપ્શન લેવું પડે છે. આ પ્લાનમાં 180 મોબાઈલ ગેમનો એક્સેસ મળે છે. આ પ્લાન આખી ફેમિલી માટે હોય છે. નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસ પણ એપલ આર્કેડ જેવી જ હશે.

નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસ શરૂ થતાં ભારત તેનું હબ બની શકે છે. ભારતમાં PUBG,કોલ ઓફ ડ્યુટી અને ફ્રી ફાયર ગેમના સંખ્યાબંધ યુઝર્સ છે. નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસને ભારતીય યુઝર્સથી ઘણો ફાયદો મળી શકે છે.

મોબાઇલ ગેમિંગ માર્કેટમાં ભારત
મોબાઈલ ગેમિંગ માર્કેટમાં વિશ્વમાં ભારત હાલ ટોપ 5 દેશોમાં સામેલ છે. તે ટોપ-3 તરફ ઝડપથી આગળ જઈ રહ્યું છે.
વર્ષ 2025 સુધીમાં ભારતનું મોબાઈલ ગેમિંગ માર્કેટ 1.6 અબજ ડોલર (11 હજાર કરોડ રૂપિયા) સુધી પહોંચવાની ધારણા છે. તેનું કારણ સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો વધતો ઉપયોગ છે. તેનાથી કેઝ્યુઅલ ગેમિંગને લોકપ્રિયતા મળી છે.