• Gujarati News
  • Utility
  • Gadgets
  • Netflix Launches' Play Something 'feature To Save Users' Scrolling Time, It Will Suggest New Movies And Shows

ન્યૂ ફીચર:યુઝર્સનો સ્ક્રોલિંગ ટાઈમ બચાવવા માટે નેટફ્લિક્સે ‘Play Something’ ફીચર લોન્ચ કર્યું, નવી મૂવીઝ અને શૉઝ સજેસ્ટ કરશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરનો લાભ હાલ નેટફ્લિક્સ ટીવી પર જ મળશે. ટૂંક સમયમાં તેને સ્માર્ટફોન માટે પણ લોન્ચ કરવામાં આવશે
  • નેટફ્લિક્સનું અલ્ગોરિધમ નક્કી કરશે કે યુઝર્સને કેવા પ્રકારના શૉઝ ગમે છે. તે આધારે સજેશન મળશે

કોરોનાકાળમાં યુઝર્સનો સ્ક્રીન ટાઈમ વધી જવાથી તેને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સે ‘Play Something’ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને તેમની મનપસંદ કેટેગરીની મૂવીઝ અને સિરીઝ સજેસ્ટ કરશે. અગાઉ તેના માટે યુઝર્સે એપમાં સ્ક્રોલ કરવું પડતું હતું. હવે યુઝર્સનો સ્ક્રોલિંગ ટાઈમ બચી જશે. ઘણા સમયથી આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ફાઈનલી કંપનીએ તેને ગ્લોબલી લોન્ચ કર્યું છે.

જે યુઝર્સને નવી સિરીઝ અને મૂવીઝ શોધવામાં સમય લાગે છે તેમના માટે આ ફીચર ફાયદાકારક સાબિત થશે. આ ફીચર એક બટનની જેમ કામ કરશે. આ બટન પર ક્લિક કરતાં જ યુઝર્સને વારંવાર મૂવીઝ અને સિરીઝના સજેશન મળશે.

આ ફીચર યુઝર્સની મનપસંદ કેટેગરી ડિટેક્ટ કરી સજેશન આપશે. નેટફ્લિક્સનું અલ્ગોરિધમ નક્કી કરશે કે યુઝર્સને કેવા પ્રકારના શૉઝ ગમે છે. તે આધારે સજેશન મળશે. આ ફીચરનો લાભ હાલ નેટફ્લિક્સ ટીવી પર જ મળશે. ટૂંક સમયમાં તેને સ્માર્ટફોન માટે પણ લોન્ચ કરવામાં આવશે.

આ રીતે નવાં ફીચરનો ઉપયોગ કરો
ટીવીમાં નેટફ્લિક્સ ઓન કરતાં જ તમને એક આઈકોન જોવા મળશે. તેમાં પ્લે સમથિંગ અથવા શફલ પ્લે લખેલું હશે. આ આઈકોન પર ક્લિક કરતાં જ નેક્સ્ટ શૉઝ જોવા મળશે. હોમ સ્ક્રીન પર પ્રોફાઈલ નેમની નીચે, નેટફ્લિક્સની 10મી રૉમાં અને હોમ પેજમાં આ બટન જોવા મળશે.