NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ મંગળવારે UGC-NET 2020નું શિડ્યુલ જાહેર કર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેની માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ વર્ષે પરીક્ષા 2 મેથી શરૂ થશે.
2 મેથી પરીક્ષા શરૂ થશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પોસ્ટ પ્રમાણે, પરીક્ષા 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 અને 17 મેના રોજ 2 શિફ્ટમાં યોજાશે. UGC નેટ ક્વોલિફાય કરનારા ઉમેદવાર દેશભરની યુનિવર્સિટીઝમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવા માટે એલિજિબલ ગણાશે. જે ઉમેદવાર નેટ સાથે JRF ક્વોલિફાય કરે છે, તેમને PhD માટે UGCથી ગ્રાન્ટ મળે છે.
ગત વર્ષે 5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
આ પહેલાં 2020માં UGC NET પરીક્ષા માટે 8,60,976 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તો પરીક્ષામાં 5,26,707 ઉમેદવારો સામેલ થયા હતા. જેમાં 2,90,260 મહિલા ઉમેદવારો અને 2,36,427 પુરુષ ઉમેદવારો હતા. 20 ટ્રાન્સજેન્ડર્સે પણ આ પરીક્ષામાં હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.