YouTube પર વડાપ્રધાનના 1 કરોડ સબસ્ક્રાઈબર્સ:2007માં ચેનલ એક્ટિવ કરી, PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને સબસ્ક્રાઈબર્સની લિસ્ટમાં પાછળ ધકેલ્યા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PM મોદીએ 26 ઓક્ટોબર 2007એ આ યુટ્યુબ અકાઉન્ટ શરૂ કર્યું હતું
  • વડાપ્રધાન મોદીની યુટ્યુબ ચેનલના વીડ્યોને કુલ 164 કરોડ વ્યૂઝ મળ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધી 1 કરોડ થઈ છે. આટલી મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબર્સ હાંસલ કરનાર દુનિયાના તેઓ પ્રથમ લીડર બન્યા છે. PM મોદીએ 26 ઓક્ટોબર 2007એ આ યુટ્યુબ અકાઉન્ટ શરૂ કર્યું હતું. PM મોદી બાદ આ લિસ્ટમાં બ્રાઝિલના પ્રેસિડન્ટ જાયર બોલ્સેનારો છે. તેમના 36 લાખ સબસ્ક્રાઈબર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ વિશે રસપ્રદ વાતો જાણીએ...

ગુજરાત બજેટ 2011 પર પ્રથમ વીડિયો અપલોડ થયો

  • વડાપ્રધાન મોદી 2007માં ભલે યુટ્યુબ પર એક્ટિવ થયા હોય પરંતુ તેમણે પ્રથમ વીડિયો 4 વર્ષ પછી 18 માર્ચ 2011માં અપલોડ કર્યો. આ વીડિયો ગુજરાત બજેટ 2011-12નો હતો. આ વીડિયો પર 35,375 વ્યૂઝ અને 1400 લાઈક્સ મળી.
  • તેમની ચેનલ પર સૌથી વધારે પોપ્યુલર વીડિયો એક દિવ્યાંગનો છે. 14 સેકન્ડના આ વીડિયોમાં મોદી એક યંગ્સ્ટર સાથે વિઝિટ કરી રહ્યા છે. પહેલાં યુવાન PM સાથે વાત કરે છે ત્યાર બાદ તેમને પગે લાગે છે. આ વીડિયો કાશીનો છે. 19 ફેબ્રુઆરી, 2019એ તે અપલોડ થયો છે. સૌથી વધારે 7 કરોડ વ્યૂઝ આ વીડિયોને મળ્યા છે. વીડિયોને 11 લાખ લાઈક્સ મળી છે.

164 કરોડ વ્યૂઝ
PM મોદીની યુટ્યુબ ચેનલનું નામ Narendra Modi છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કુલ 164 કરોડ 60 લાખ 55 હજાર 649 વ્યૂઝ મળ્યા છે. આ ચેનલથી તેઓ PMO ઈન્ડિયા, ભારતીય જનતા પાર્ટી, યોગ વિથ મોદી અને એક્ઝામ વોરિયર્સ મંત્રાઝ યુટ્યુબ ચેનલ પ્રમોટ કરે છે. સરકારી સ્કીમ, લાઈવ ઈવેન્ટ પણ તેઓ સ્ટ્રીમ કરે છે.

PM મોદી પછી કયા નેતાના સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ

નરેન્દ્ર મોદી પછી લિસ્ટમાં બ્રાઝિલના પ્રેસિડન્ટ જાયર બોલ્સેનારો છે. તેમની યુટ્યુબ ચેનલ પર 36 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારબાદ 30.7 લાખ સબસ્ક્રાઈબર્સ સાથે મેક્સિકોના પ્રેસિડન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લૉપેઝ ઓબ્રાડોર છે. ત્યારબાદ ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટ જોકો વિડોડો અને પાંચમા નંબરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન છે.

ભારતમાં PM મોદી પછી રાહુલ ગાંધીના સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ
ભારતમાં નરેન્દ્ર મોદી પછી સૌથી વધારે યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ રાહુલ ગાંધીના છે. તેમના 5.25 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારબાદ 4.39 લાખ સબસ્ક્રાઈબર્સ સાથે શશિ થરુર ત્રીજા નંબરે છે.