સોશિયલ મીડિયા પર સખ્તાઈ:કન્ટેટ માટે નવો કાયદો આવી શકે છે, કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર યુઝર્સની દરેક પોસ્ટની જવાબદારી લેવી પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર કડક કાર્યવાહી કરી રહી છે
  • ઘણી કંપનીઓએ નવા IT નિયમોને કોર્ટમાં પડકાર્યા છે

કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવો કાયદો લાવવાનું વિચારી રહી છે. આ કાયદાથી આ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર પબ્લિશ થતા તમામ કન્ટેટ માટે જવાબદાર માનવામાં આવશે. સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર કડક કાર્યવાહી કરી રહી છે. આ વર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા સાયબર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમ પણ લાગુ કર્યા છે.

ઘણી કંપનીઓએ નવા IT નિયમોને કોર્ટમાં પડકાર્યા છે. દિલ્હી હાઈકોર્ટ સહિત વિવિધ હાઈકોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ નવા IT નિયમોનો બચાવ કરતા કહ્યું છે કે આ નિયમો પ્રેસ સ્વતંત્રતાનો દુરુપયોગ અટકાવવા અને ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં નાગરિકોને ખોટા સમાચારોથી બચાવવા માટે કામ કરશે.

નવો કાયદો યુરોપિયન મોડેલની તર્જ પર તૈયાર થઈ શકે છે
એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં એવા ઘણા કાયદાઓ છે જે સોશિયલ મીડિયાની કામ કરવાની રીતને નિયંત્રિત કરે છે. નવા નિયમમાં હજુ ઘણી અનિશ્ચિતતા છે. આ એક અલગ કાયદો હોઈ શકે છે અથવા સુધારા તરીકે રજૂ થઈ શકે છે. સરકાર નવા કાયદાને તૈયાર કરવા માટે યુરોપીય મોડલ પર વિચાર કરી રહી છે, જેમાં ડિસેમ્બર 2020માં યુરોપીય આયોગ દ્વારા પ્રસ્તુત ડિજિટલ સર્વિસીસ એક્ટ સામેલ છે. ગાઈડલાઈન પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર નિર્ભર રહેશે.

નવા IT નિયમોથી સોશિયલ પ્લેટફોર્મ સાવધાન થયા
ફેબ્રુઆરીમાં લાગુ કરવામાં આવેલા નિયમોમાં માર્ગદર્શિકાઓ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નવા ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરવા અને માસિક પાલન રિપોર્ટ જારી કરવા જણાવ્યું. નવા IT નિયમ સોશિયલ મીડિયા કંપનીઓને એવા યુઝર્સથી પ્રોટેક્ટ કરી રહી છે જે ખોટી પોસ્ટ કરે છે. ડિજિટલ સર્વિસ એક્ટ (DSA) સોશિયલ મીડિયા યુઝર્સ માટે વધારાના અધિકારોને સમજાવે છે. જેમ કે તેમને ઈલીગલ કન્ટેટની જાણ કરવાની મંજૂરી આપવામાં આવશે.

2019થી આ નિયમો પર કામ ચાલી રહ્યું છે
જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટિ (JPC) 2019થી આ ડ્રાફ્ટને જોઈ રહી છે. તેને ઘણી વખત તેની સમય મર્યાદા લંબાવી છે. રિપોર્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પબ્લિશર્સ તરીકે ગણવાની અને પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં પ્રસ્તાવિત સુધારાની કલમ 35માં ન્યાયસંગત, નિષ્પક્ષ, યોગ્ય અને અનરૂપ શરતોને ફરીથી ઉમેરવાનો પ્રસ્તાવ છે. અધિકારીઓના અનુસાર, પ્રસ્તાવિત પરિવર્તનોને જાહેર પરામર્શ માટે મૂકવામાં આવશે.

સોશિયલ પ્લેટફોર્મ પર યુઝર્સનો સંતોષ મહત્ત્વનો
સુપ્રીમ કોર્ટના વકીલ એનએસ નપ્પીનઈના અનુસાર, સરકાર દ્વારા સોશિયલ મીડિયાને લઈને નવો કાયદો મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. નવા નિયમોનો વિચાર ખરાબ નથી. સોશિયલ મીડિયાના બોક્સ પર અમે વિવિધ પ્રકારના વચેટિયાઓને ક્લબ કરી શકતા નથી. આ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના મુદ્દાને લઈને યુઝર્સનો સંતોષ જરૂરી છે. નપ્પિનઈ સાયબર સાથી NGOના સ્થાપક પણ છે, જે સાયબર જોખમોને લઈને યુઝર્સને જાગૃત કરે છે.

અમેરિકામાં સોશિયલ મીડિયાને લઈને કડક કાયદાઓ
અમેરિકામાં ફેસબુક જેવી કંપનીઓ પર પણ તે જ નિયમ લાગુ છે જે બાકીની કંપનીઓ પર છે. જો કે, કમ્યુનિકેશનને લઈને ફેડરલ કમ્યુનિકેશન કમીશનના નિયમ તમામ માધ્યમો પર લાગુ છે. તે ઉપરાંત ધ કેલિફોર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવસી એક્ટ (CCPA) જેના રાજ્યોના કાયદા પણ છે જે યુઝર ડેટા સંગ્રહ અને તેના ઉપયોગને નિયંત્રિત કરે છે. જો કે, અમેરિકામાં બ્રોડ લેવલ પર સોશિયલ મીડિયા હજી પણ સેલ્ફ રેગ્યુલેશનના આધાર પર કાર્યરત છે. પરંતુ અદાલતોમાં ફરિયાદ દરમિયાન આ કંપનીઓને જવાબદાર હોય છે. તેથી સેલ્ફ રેગ્યુલેશનના નિયમ ત્યાં કડક રીતે લાગુ કરવામાં આવે છે.