100X ઝૂમથી પાડ્યો ‘ચંદ્ર’નો ફોટો:સેમસંગનાં પ્રીમિયમ સ્માર્ટફોનથી ઈમ્પ્રેસ થયા મસ્ક, ટ્વીટર પર કોમેન્ટ કરીને કર્યા વખાણ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈલોન મસ્ક સેમસંગનાં લેટેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન Galaxy S23 Ultraના કેમેરાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેઓએ આ સ્માર્ટફોનનાં વખાણ કરતી ટ્વિટર પર એક ટ્વીટ પણ કરી છે. ટ્વીટર પર સેમસંગનાં કેમેરા રિઝલ્ટને દર્શાવતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના રિપ્લાયમાં તેઓએ ‘WOW’ લખ્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર એક અમેરિકન યૂટ્યુબર Marques Brownleeએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં દેખાડવામાં આવ્યુ હતુ કે, જો તમે Galaxy S23 Ultraથી 100x પર ચંદ્રનો ફોટો ક્લિક કર્યો તો તે કેવો દેખાશે?

100x સુધી ઝૂમ થઈ શકે
તેઓએ વીડિયો સાથે ટ્વીટમાં લખ્યુ હતું કે, ‘મને ખ્યાલ નથી કે, 100x પર ફોટો પાડવાની જરુરિયાત કોને પડે? પણ જો લેવાની ઈચ્છા થાય તો Galaxy S23 Ultra તમારા માટે જ છે.’ તેની સાથે 100x ઝૂમ પર લેવામાં આવેલી ચંદ્રની ફોટોવાળો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

200MPનું સેન્સર આપવામાં આવ્યું છે
તેમાં અનુકૂલનશીલ પિક્સેલ્સ છે, જે એકદમ ક્લીન ઈમેજ કેપ્ચર કરી શકે છે. કંપનીનો દાવો છે કે, Super Quad Pixel AF 50ટકા ઝડપથી આ વિષય પર ફોકસ કરી શકે છે. જ્યારે તેનો ફ્રન્ટ કેમેરા ડ્યુઅલ પિક્સલ ઓટોફોકસ ટેકનોલોજી સાથે આવે છે. તેમાં નાઇટોગ્રાફી ટેકનોલોજી પણ છે. કંપનીનું કહેવું છે કે, લો-લાઇટમાં પણ સામેથી સારા ફોટો ક્લિક કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. કંપનીએ હાલમાં જ Galaxy S23 સીરીઝને ભારતમાં રજૂ કરી છે. Galaxy S23 અલ્ટ્રા આ સિરીઝનો સૌથી હાઇ-એન્ડ સ્માર્ટફોન છે.