વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મલ્ટિપલ ડિવાઈસ લોગ ઈન ફીચર ‘લિંક્ડ ડિવાઈસ’ જોવા મળી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ ટ્વીટ કરી નવાં ફીચર વિશે માહિતી આપી
  • નવાં ફીચરથી યુઝર એકસાથે 4 ડિવાઈસમાં લોગ ઈન કરી શકશે
  • કોઈ પણ એક ડિવાઈસનાં એક્શન તમામ ડિવાઈસ પર લાગુ થશે

QR કોડ સપોર્ટ, એનિમેટેડ સ્ટીકર્સ સહિતના ફીચર લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ તેનું એક નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મલ્ટિપલ ડિવાઈસ લોગ ઈન ફીચર ‘લિંક્ડ ડિવાઈસ’ જોવા મળી શકે છે. વ્હોટ્સએપન સમાચારોને ટ્રેક કરતી WABetaInfo વેબસાઈટના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

WABetaInfoના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપના એન્ડ્રોઈડ 2.20.196.8 બીટા વર્ઝનના કેટલાક ડિવાઈસમાં ‘લિંક્ડ ડિવાઈસ’ ફીચર જોવા મળ્યું છે. હાલ કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર તેનાં વ્હોટ્સએપ અકાઉન્ટને એકસાથે મલ્ટિપલ ડિવાઈસમાં ઉપયોગ કરી શકે છે.

હાલ વ્હોટ્સએપમાં એક જ લોગ ઈન ડિવાઈસ સપોર્ટ છે. અર્થાત યુઝર મોબાઈલમાં વ્હોટ્સએપ વેબ દ્વારા એક જ PC/લેપટોપ પર લોગ ઈન કરે છે. આ સિવાય જો કોઈ એક ફોનમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ્ડ હોય તેનો યુઝર ઉપયોગ કરી રહ્યો હોય તો તે જ નંબરથી બીજા મોબાઈલમાં વ્હોટ્સએપ ઈનસ્ટોલ્ડ કરી શકાતું નથી. મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર માટે વ્હોટ્સએપ 1 વર્ષથી કામ કરી રહી છે

કોઈ પણ એક ડિવાઈસનાં એક્શન તમામ ડિવાઈસ પર લાગુ થશે
આ નવાં ફીચરની મદદથી યુઝર એકસાથે 4 ડિવાઈસ પર એક્ટિવ રહી જુદી જુદી એક્ટિવિટી કરી શકે છે, પરંતુ કોઈ એક ડિવાઈસના એક્શનના પરિણામ તમામ ડિવાઈસ પર એકસરખા મળશે. અર્થાત જો કોઈ એક ડિવાઈસમાં યુઝરે કોઈ ચેટ ડિલીટ કરી છે તો અન્ય 3 ડિવાઈસમાંથી પણ તે આપમેળે ડિલીટ થઈ જશે.