રિલાયન્સ આંધ્રપ્રદેશમાં 50 હજાર લોકો માટે રોજગારની નવી તકો લાવશે અને આખા દેશમાં રિલાયન્સની પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે રિલાયન્સ રીટેલ, પ્રદેશથી કૃષિ, કૃષિ આધારિત પ્રોડક્ટ્સ અને અન્ય ઉત્પાદનોની વધુમાં વધુ ખરીદી કરી શકે. આ સાથે જ રિલાયન્સ 10 ગીગાવોટ સોલાર પાવર પ્લાન્ટમાં રોકાણ કરશે. ‘આંધ્રપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિતિ-2023’માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી.
આંધ્રનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની ઉપસ્થિતિમાં મુકેશ અંબાણીએ કહ્યું, ‘રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશનાં 6 હજાર ગામમાં 1 લાખ 20 હજારથી વધુ કરિયાણાનાં વેપારીઓ સાથે ભાગીદારી કરી. ડિજિટલ યુગમાં પણ નાના વેપારીઓનો વિકાસ થઈ શકે તે માટે તેઓને જરુરી સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશમાં 20 હજારથી વધુ ડાયરેક્ટ એમ્પલોયમેન્ટ અને મોટી સંખ્યામાં ઈનડાયરેક્ટ રોજગાર આપ્યા છે.’
જિયો ટ્રુ 5Gથી ઈકોનોમીને એક નવી ગતિ મળશે
અંબાણીએ જણાવ્યું કે, ‘જિયો ટ્રુ 5Gનું રોલઆઉટ આંધ્રપ્રદેશ સહિત ભારતમાં 2023નાં અંત પહેલા પૂરુ થઈ જશે. 40 હજારથી વધુનું રોકાણ કરીને જિયોએ રાજ્યમાં સૌથી મોટુ અને શ્રેષ્ઠ ડિજિટલ નેટવર્ક ફૂટપ્રિન્ટ બનાવ્યુ છે, જે પ્રદેશની 98% વસ્તીને કવર કરે છે. જિયો ટ્રુ 5Gથી દેશની ઈકોનોમીને નવી ગતિ મળશે અને મોટાપાયે બિઝનેસ તથા રોજગારની તકો પણ ઊભી થશે.’
KG-D6 બેસિન પર 1.50 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું
મુકેશ અંબાણીએ કહ્યું , ‘પ્રદેશમાં અમે અમારા KG-D6 બેસિન અને તેની પાઈપ લાઈન્સ પર 1,50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. જલ્દી જ KG-D6 બેસિન, ભારતનાં કુલ ગેસ ઉત્પાદનમાં લગભગ 30%નું યોગદાન આપશે.’
આંધ્રપ્રદેશ એ ભારતનો બીજો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘આંધ્રપ્રદેશ એ ભારતનો બીજો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. તે પુનઃપ્રાપ્ય સમુદ્રી ઊર્જાનો ઉપયોગ કરીને મોટાપાયે સમૃદ્ધ થઈ શકે છે, જેમ કે સીબેડ મિનરલ્સ, મરીન બાયોટેકનોલોજી વગેરે.’
આંધ્ર યુનિવર્સિટીનાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ્સમાં બે દિવસીય મીટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં લગભગ 200 સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 30થી વધુ સ્ટોલ્સ સરકાર માન્ય છે અને 13 મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આંધ્રપ્રદેશમાં રોકાણ કરવાના વિવિધ ફાયદાઓ દર્શાવે છે.
વર્ષ 2002માં અહી ગેસ મળ્યો હતો
મુકેશ અંબાણી વધુમાં જણાવે છે કે, ‘રિલાયન્સ આંધ્રપ્રદેશની અદ્દભૂત આર્થિક સંભવિતતામાં વિશ્વાસ કરનારા પ્રથમ કોર્પોરેટ્સમાંના એક છે. અહીં અમારી ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન ટીમને વર્ષ 2002માં ગેસ મળ્યો હતો. અમે અમારી KG-D6 અસ્કયામતો, વિકાસશીલ અને સહાયક ગેસ પાઇપલાઇનમાં 1,50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આજે, KG-D6 બેસિનમાં રિલાયન્સ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપી રહ્યું છે અને ભારતનાં ગેસ ઉત્પાદનમાં લગભગ 30% ફાળો આપશે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.