નવા ગ્રાહકોની સંખ્યા વધારવામાં ભારતી એરટેલે નવેમ્બરથી સતત ચોથા મહિનામાં જિયોને પાછળ ધકેલી છે. આ મહિને વોડાફોન આઈડિયા, BSNL અને MTNLના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
નવા યુઝર્સનું ગણિત
માર્કેટ શેર મામલે જિયો અવ્વલ
જિયોના એક્ટિવ સબસ્ક્રાઈબર્સ એરટેલથી ઓછા
મોબાઈલ નેટવર્કમાં સૌથી મોટો માર્કેટ શેર હોવા છતાં રિલાયન્સ જિયોનો એક્ટિવ યુઝર્સ બેઝ એરટેલ અને વોડાફોન-આઈડિયા કરતાં ઓછો છે. જિયોનો એક્ટિવ યુઝર બેઝ 79.55% હતો જ્યારે એરટેલ અને વોડાફોન-આઈડિયાનો એક્ટિવ યુઝર બેઝ ક્રમશ: 89.01% અને 96.63% હતો.
ભારતમાં ટેલિકોમ કંપનીઓના કુલ ગ્રાહક 115.520 કરોડ
TRAIના આંકડા અનુસાર, ભારતમાં ટેલિકોમ કંપનીઓના કુલ ગ્રાહક ઓક્ટોબર 2020માં 115.181 કરોડથી વધીને નવેમ્બર 2020ના અંત સુધીમાં 115.520 કરોડ થયા છે. તેમાં 0.29%નો મન્થલી ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેમાં શહેરી ક્ષેત્રોમાં 63.04 કરોડ અને ગ્રામણી વિસ્તારના 52.48 કરોડ ગ્રાહક છે.
53.641 કરોડ લોકોએ પોતાના ઓપરેટર્સ બદલ્યા
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કોલકાતા, જમ્મુ કાશ્મીર અને મુંબઈને બાદ કરતા તમામ રાજ્યોમાં નવેમ્બર મહિનામાં ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. મધ્યપ્રદેશમાં યુઝર બેઝમાં 1%ની મેક્સિમમ વૃદ્ધિ જોવા મળી. નવેમ્બરમાં 68.1 લાખ ગ્રાહકોએ MNP (મોબાઈલ નંબર પોર્ટેબિલિટી) માટે રિક્વેસ્ટ મોકલી હતી. ઓક્ટોબરના અંત સુધીમાં કુલ MNP રિક્વેસ્ટ 52.960 કરોડથી વધી નવેમ્બરના અંત સુધી 53.641 કરોડ થઈ ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.