તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલાયન્સ AGM આજે:દેશના સસ્તા 4G અને 5G સ્માર્ટફોન આજે લોન્ચ થઈ શકે છે, જિયો લેપટોપ પણ રિવીલ થઈ શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની આ વર્ષે પોતાની 5G સર્વિસ પણ રોલઆઉટ કરી શકે છે. કંપનીએ ટ્રાયલ્સમાં 1Gbpsની સ્પીડ અચીવ કરી છે
  • જિયો-ગૂગલના 4G સ્માર્ટફોનની કિંમત ₹4000ની આસપાસ હોઈ શકે છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી આજે થનારી AGM (એન્યુઅલ જનરલ મીટિંગ)માં ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. કંપનીના સૂત્રોનું માનીએ તો ગયા વર્ષની AGMમાં અનાઉન્સ કરવામાં આવેલા જિયો-ગૂગલ 4G સ્માર્ટફોન આજે લોન્ચ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી તેની ચર્ચા પણ થઈ રહી છે. આ ભારતનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હોઈ શકે છે. સાથે જ કંપની લેપટોપ પણ લોન્ચ કરી શકે છે તેવા સમાચારો પણ વહેતા થયા છે. આવો જાણીએ આજની AGMમાં શું ખાસ હશે...

કેટલા વાગ્યે શરૂ થશે AGM
કંપનીની AGM બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર જોઈ શકાશે. તેને કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ The Flame Of Truth પર જોઈ શકાશે.

જિયો-ગૂગલ 4G સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે

  • આ સ્માર્ટફોન કેવો હશે તેના વિશે હજુ કોઈ ઓફિશિયલની જાહેરાત થઈ નથી. જોકે ગૂગલે ગત વર્ષે 4.5 અબજ ડોલર (આશરે 33 હજાર 600 કરોડ રૂપિયા)નું જિયોમાં રોકાણ કર્યું હતું. આ રકમમાંથી સસ્તા સ્માર્ટફોન બનાવવામાં આવશે. તેનાથી જિયો અને ગૂગલ દેશના માર્કેટ પર કબજો કરી શખે છે.
  • રિસર્ચ ફર્મ કેનાલિસના જણાવ્યા પ્રમાણે, ભારતમાં વેચાનાર સ્માર્ટફોનમાં ચાઈનીઝ કંપનીઓનો માર્કેટ શેર 70%થી વધારે છે. તેવામાં જિયો અને ગૂગલનો સસ્તો સ્માર્ટફોન ચાઈનીઝ કંપનીઓ માટે આફત બની શકે છે.
  • કાઉન્ટ પોઈન્ટના રિસર્ચ પ્રમાણે, ભારતના આશરે 45 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે. આશરે 50 કરોડ લોકો હજુ પણ સ્માર્ટફોનથી દૂર છે. તેવામાં રિલાયન્સ- ગૂગલ આવા લોકોને ટાર્ગેટ કરી શકે છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ અને IDCએ કહ્યું હતું કે સ્માર્ટફોન માટે કંપનીએ 4000 રૂપિયાથી ઓછી કિંમત રાખવી પડશે.

5G નેટવર્ક અને 5G સ્માર્ટફોનની પણ ચર્ચા

  • કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, જિયો 4G સાથે દેશનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. લીક રિપોર્ટ પ્રમાણે જિયો 5Gની કિંમત 2500 રૂપિયા હોઈ શકે છે. જો આમ થાય છે તો દેશના લાખો યુઝર્સ 5G પર શિફ્ટ થઈ જશે.
  • કંપની આ વર્ષે પોતાની 5G સર્વિસ પણ રોલઆઉટ કરી શકે છે. કંપનીએ ટ્રાયલ્સમાં 1Gbpsની સ્પીડ અચીવ કરી છે. જિયોની યોજના 100% ઘરેલુ ટેક્નોલોજી અને સોલ્યુશન્સનો ઉપયોગ કરવાની છે. તેણે હાર્ડવેરથી 5G ફીલ્ડ ટ્રાયલ્સની શરૂઆત કરી છે.

જિયો લેપટોપની પણ ચર્ચા

  • માર્ચ મહિનાથી જિયો લેપટોપની ચર્ચા શરૂ થઈ છે. જોકે અત્યાર સુધી કંપનીએ લેપટોપ વિશે ઓફિશિયલી જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જિયોના લેપટોપનું નામ 'જિયોબુક' હોઈ શકે છે. બની શકે છે કે કંપની તેમાં ઈનહાઉસ JioOS ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે.
  • XDA ડેવલપર્સના રિપોર્ટ પ્રમાણે, જિયોબુકમાં મોટી સ્ક્રીન મળશે, તેનું રિઝોલ્યુશન 1,366×768 પિક્સલ હશે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 ચિપસેટ મળશે. તેમાં 2GB LPDDR4xની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળી શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં HDMI પોર્ટ, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને બ્લુટૂથ સહિતના ઓપ્શન્સ મળશે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં ક્વૉલકોમ ઓડિયો ચિપ પણ મળી શકે છે.