મોટોરોલાના અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G8 પાવર લાઈટ’માં 3 રિઅર કેમેરા સેટએપ મળશે

Motorola's upcoming smartphone 'Moto G8 Power Lite' gets 3 rear camera setup
X
Motorola's upcoming smartphone 'Moto G8 Power Lite' gets 3 rear camera setup

  • ફોનનું 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થશે
  • ફોનમાં 6.5 ઈંચની ડિસ્પલે અને 1 ફ્રન્ટ કેમેરા મળશે

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 08:15 AM IST

ગેજેટ ડેસ્ક: મોટોરોલા કંપની તેની અપકમિંગ સ્માર્ટફોન સિરીઝ ‘મોટો G8 પાવર’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં આ સિરીઝનો ‘મોટો G8 પાવર લાઈટ’ સ્માર્ટફોન ઈટાલીની એમેઝોન વેબસાઈટ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંમાં ફોનનાં બ્લૂ કલર વેરિઅન્ટને દર્શાવવામાં આવ્યો છે.

આ લિસ્ટિંગ મુજબ, ‘મોટો G8 પાવર લાઈટ’ ફોનમાં 6.5 ઈંચની ડિસ્પલે મળશે. તેનું રિઝોલ્યુશન 1600 x 720 પિક્સલ છે. ફોનનું 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થશે.

કેમેરા સેટઅપ અને બેટરી

ફોનમાં 5,000 mAhની બેટરી મળશે. ફોનમાં વર્ટિકલ 3 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં સિંગલ ફ્રન્ટ કેમેરા મળશે. ફોનની રાઈટ સાઈડ પાવર અને વોલ્યુમ બટન મળશે. ફોનની બેક પેનલમાં નીચેની બાજુ સાઉન્ડ ગ્રિલ મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 16MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી