તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોલ્ડેબલ ફોન:મોટોરોલા રેઝર 5G લોન્ચ, 48MP કેમેરા અને નવી ડિઝાઈન મળશે, જાણો ફોનની કિંમત અને ફીચર્સ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટોરોલા રેઝર 5Gનું 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું
 • અમેરિકામાં તેની કિંમત $1,399.99 (આશરે 1.02 લાખ રૂપિયા) છે

મોટોરોલાએ તેના ફોલ્ડેબલ ફોન રેઝરનું 5G વેરિઅન્ટ નવી ડિઝાઈન અને એડવાન્સ ફીચર સાથે લોન્ચ કર્યું છે. નવાં વેરિઅન્ટમાં 6.2 ઈંચની પ્લાસ્ટિક OLED મેઈન ડિસ્પ્લે અને 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોન ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને 5G કનેક્ટિવિટીથી સજ્જ છે. કંપનીએ તેનું સિંગલ 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. મોટોરોલાના આ ફોલ્ડેબલ ફોનમાં 2800mAhની બેટરી મળે છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

મોટોરોલા રેઝર 5Gની કિંમત અને ઉપલબ્ધતા
તેનાં 8GB + 256GB સિંગલ વેરિઅન્ટની કિંમત $1,399.99 (આશરે 1.02 લાખ રૂપિયા) છે. તેનાં બ્લશ ગોલ્ડ, પોલિશ્ડ ગ્રેફાઈટ અને લિક્વિડ મર્કરી કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનું વેચાણ પહેલાં ચીન અને યુરોપિન માર્કેટમાં શરૂ થશે. એશિયા સહિત અન્ય માર્કેટમાં તેને થોડા સમય બાદ લોન્ચ કરવામાં આવશે.

આ ફોલ્ડેબલ સ્માર્ટફોનને ટક્કર મળશે

મોડેલકિંમત
સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ (256GB)1,08,999 રૂપિયા
સેમસંગ ફોલ્ડ (12GB/512GB)1,73,999 રૂપિયા
સેમસંગ Z ફોલ્ડ 2-

મોટોરોલા રેઝર 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

 • આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તેમાં એક નેનો અને એક ઈ સિમ સપોર્ટ મળે છે. ફોનમાં 6.2 ઈંચની પ્લાસ્ટિક OLED મેઈન ડિસ્પ્લે મળે છે, તેનું રિઝોલ્યુશન 2142x876 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 21: 9 છે.
 • ફોન ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને માય યુએક્સ બેઝ્ડ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે.
 • નવા રેઝરમાં અપડેટેડ હિન્જ ડિઝાઈન મળે છે, જે ઝીરો ગેપ ક્લોઝર ઓફર કરે છે. કંપનીના દાવો છે કે તેનાથી ફોનની ઈન્ટર્નલ ડિસ્પ્લે સુરક્ષિત રહેશે અને ફોન ફોલ્ડ થવા પર વધારે કોમ્પેક્ટ દેખાશે. કંપનીનો દાવો છે કે તેની સ્ક્રીન 2 લાખ વાર ફોલ્ડ/ અનફોલ્ડ થવા પર પણ સુરક્ષિત રહેશે.
 • ફોનમાં 2.7 ઈંચની ગ્લાસ OLED સેકન્ડરી ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 600x800 પિક્સલ છે. સેકન્ડરી ડિસ્પ્લે ફ્લિપ પેનલની ટોપ પર છે. તેમાં યુઝર નોટિફિકેશન જોઈ શકે છે, કોઈ મેસેજનો રિપ્લાય કરી શકે છે અને નેવિગેશન ડાયરેક્શન પણ જોઈ શકે છે.

મેઈન કેમેરાથી પણ સેલ્ફી લઈ શકાશે

 • મોટોરોલા રેઝર 5Gમાં 48MPનો પ્રાઈમરી કેમેરા મળે છે. તે લો લાઈટ સેન્સિટિવિટી પ્રોવાઈડ કરે છે. તે OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) પણ સપોર્ટ કરે છે. પ્રાઈમરી કેમેરાને ટોપ ફ્લિપ પેનલ પર સેકન્ડરી સ્ક્રીનના ટોપ પર અટેચ કરવામાં આવ્યો હોવાથી, ફોન ફોલ્ડ થયા બાદ પણ સેલ્ફી કેમેરા સ્વરૂપે તેનો ઉપયોગ કરી શકાશે. ફોનમાં અનેક કેમેરા મોડ સપોર્ટ કરે છે. તેમાં ગ્રૂપ સેલ્ફી, પોટ્રેટ મોડ, સ્પોટ કલર સહિતનાં અનેક મોડ સામેલ છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 20MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. તે પ્રાઈમરી ફોલ્ડેબલ સ્ક્રીનની ઉપર એક નોચની અંદર અટેચ છે. બંને કેમેરા 60fps અથવા 30fps પર ફુલ hd વીડિયો કેપ્ચર કરી શકે છે. તે 120fps સ્લો મોશન ફુલ HD વીડિયો અને 240fps સ્લો મોશન HD વીડિયો સપોર્ટ કરે છે.
 • ફોનમાં 2800mAhની બેટરી મળે છે, જે 15 વૉટ ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G, વાઈફાઈ 802.11 b/g/n/ac, NFC, GPS/A-GPS, ગ્લોનાસ, બ્લુટૂથ 5.0 અને USB ટાઈપ-સી પોર્ટ મળે છે.
 • ફોનમાં એક્સેલેરોમીટર, કંપાસ, ઝાયરો, બેરોમીટર, અલ્ટ્રાસોનિક, પ્રોક્સિમિટી, એમ્બિઅન્ટ લાઈટ અિને SAR સેન્સર મળે છે.
 • તમને જાણીને નવાઈ લાગશે કે ફોનમાં હેડફોન જેક સપોર્ટ આપવામાં આવ્યો નથી અને ફોનની મેમરીને પણ એક્સપાન્ડ કરી શકાતી નથી.
 • 192 ગ્રામ વજન ધરાવતા ઓ ફોનનું અનફોલ્ડ થવા પર ડાયમેન્શન 169.2mmx72.6mmx7.9mm અને ફોલ્ડ થવા પર 91.7mmx72.6 mmx16mm છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યાને સંતુલિત તથા વ્યવસ્થિત જાળવી રાખો, જેનાથી મોટાભાગનું કામ સમયે પૂર્ણ થઇ જશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને ઇન્ટરવ્યૂ અને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે. નેગે...

વધુ વાંચો