ન્યૂ લોન્ચ:16MP પોપ અપ સેલ્ફી ધરાવતો ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹ 16,999

2 વર્ષ પહેલા
  • ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા
  • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરી મળશે
  • એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવ્યું
  • 24 જૂનથી ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ થશે

અમેરિકન મલ્ટિશેનલ ટેક કંપનીએ ભારતમાં તેનો મિડલરેન્જ સ્માર્ટફોન ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ લોન્ચ કર્યો છે. તેનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ફોનમાં 16MPનો પોપ અપ સેલ્ફી કેમેરા અને 64MP પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર મળે છે. ફોનનાં લોન્ચિંગ અને સેલિંગ વિશે કંપનીએ ટ્વીટ કરી માહિતી આપી છે.

કિંમત અને અવેલેબિલિટી
ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. તેનું વેચાણ 24 જૂનથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે. ફોનનાં ટ્વિલાઈટ બ્લૂ અને મૂનલાઈટ વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ની ખાસ વાતો

  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે.
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ128GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1 TB સુધી એક્સાન્ડ કરી શકાશે.
  • તેમાં સાઈડ માઉન્ટેડ ગૂગલ ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ 802.11ac. બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2340 પિક્સલ
OSએન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G

રિઅર કેમેરા

64MP + 8MP + 5 MP + 2 MP

ફ્રન્ટ કેમેરા

16MP પોપઅપ

રેમ 6GB

સ્ટોરેજ 128GB

બેટરી

5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન210 ગ્રામ
અન્ય સમાચારો પણ છે...