તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Motorola Moto G Variant Codenamed ‘Nio’ Leaked Image Suggests Dual Selfie Cameras, Expected To Come With Snapdragon 865 SoC

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટોરોલા ‘નિયો’ સ્માર્ટફોન:‘નિયો’ ડ્યુઅલ સેલ્ફી કેમેરા અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસરથી સજ્જ હશે, 12GB રેમ અને 256GB સ્ટોરેજ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક ટિપ્સ્ટર ઈવાન બ્લાસે આ સ્માર્ટફોનની ઈમેજ શેર કરી
  • રુમર્સ પ્રમાણે, ફોનમાં 105Hz રિફ્રેશ રેટની સ્ક્રીન મળશે

લેનોવાના માલિકીની કંપની મોટોરોલા આવતા વર્ષે સ્નેપડ્રેગન 800 સિરીઝવાળો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોનનું નામ ‘નિયો’ હોઈ શકે છે. ટિપ્સ્ટર ઈવાન બ્લાસે આ સ્માર્ટફોનની ઈમેજ શેર કરી છે. ઈમેજમાં ફોનની ડિસ્પ્લે જોવા મળે છે.

આ સ્માર્ટફોનમાં મોટા બેઝલ સાથે ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 865 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. મોટોરોલા મોટો G સ્માર્ટફોનને નિયો કોડનેમ આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ પંચ હોલ ડિસ્પ્લે મળશે.

નિયોનાં સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનના અગાઉ પણ ફીચર્સ લીક થઈ ચૂક્યા છે. લીક્સ પ્રમાણે મોટોરોલા નિયોમાં 12GBની રેમ અને 256GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળી શકે છે. ફોન એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. ફોનમાં USB ટાઈપ-સી કનેક્ટિવિટી પોર્ટ સપોર્ટ મળશે. રુમર્સ પ્રમાણે, ફોનની ડિસ્પ્લેમાં 105Hzનો રિફ્રેશ રેટ મળશે.

ક્વૉલકોમ ટેક સમિટમાં માહિતી આપી હતી
મોટોરોલાએ ક્વાલકોમ ટેક સમિટ 2020માં ખુલાસો કર્યો હતો કે 2021માં મોટો Gની 10th જનરેશનવાળા મોટો G સ્માર્ટફોનને સ્નેપડ્રેગન 800 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ તેની લોન્ચિંગ ડેટ વિશે કોઈ માહિતી આપી નહોતી. આ ફોનને 2021ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની અન્ય 2 બજેટ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો