તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Motorola May Launch A Mid range Smartphone With Its 108MP Primary Rear Camera, The Phone Will Be Equipped With A Snapdragon 778 Processor

અપકમિંગ:મોટોરોલા તેનો 108MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, ફોન સ્નેપડ્રેગન 778 પ્રોસેસરથી સજ્જ હશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની108MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથે એકથી વધારે મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરશે
  • મોટો એજ બર્લિનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 778G SoC પ્રોસેસર મળી શકે છે

મોટોરોલા કંપની તેના 108MPના કેમેરા પર કામ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ 108MPના કેમેરા સાથેનો 'મોટો G60' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. અપકમિંગ મિડ રેન્જ ફોન સેમસંગ ગેલેક્સી A52નો ક્લોઝ કમ્પિટિટર બની શકે છે.

TechnikNewsના રિપોર્ટ પ્રમાણે, મોટોરોલાના અપકમિંગ સ્માર્ટફોન્સનું કોડનેમ 'મોટોરોલા એજ બર્લિન' , 'એજ ક્યોટો' અને 'એજ P સ્ટાર' છે. કોડનેમ સાથે રિપોર્ટમાં સ્માર્ટફોન્સનાં સ્પેસિફિકેશન્સ પણ લીક થયાં છે.

મોટો એજ બર્લિન
ટેક્નિકન્યુઝના રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોનના યુરોપિયન અને નોર્થ અમેરિકન મોડેલ લોન્ચ થશે. આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 778G SoC પ્રોસેસર મળશે. તેમાં 8GBની રેમ મળશે. આ ફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનમાં 32MPનો સેલ્ફી કેમેરા મળી શકે છે.

મોટોરોલા એજ Pstar

લીક રિપોર્ટ પ્રમાણે, અપકમિંગ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. આ ફોનનાં 6GB+128GB અને 8GB+265GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે. આ ફોનમાં 108MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.

એજ ક્યોટો
આ ફોનમાં પણ 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. ફોન ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ હશે. આ ફોન એજ મોડેલ લાઈન અપમાં સૌખી સસ્તો સ્માર્ટફોન હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે. જોકે, આ તમામ ફોન ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ થશે રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.