બિગ પ્રાઈસ કટ:108MPનો કેમેરા ધરાવતો મોટોરોલાનો આ ફોન 10 હજાર રૂપિયા સસ્તો થયો, 6.7 ઇંચની ડિસ્પ્લે મળશે

2 વર્ષ પહેલા

મોટોરોલા કંપનીનો કેમેરા ફોકસ્ડ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘મોટોરોલ એજ પ્લસ’ સસ્તો થયો છે. કંપનીએ ફોનની કિંમતમાં 10 હજાર રૂપિયા ઓછા કર્યા છે. આ ફોન ગયા વર્ષે મે મહિનામાં લોન્ચ થયો હતો. ખાસ વાત એ છે કે, ફોનમાં 108MPનો મેન કેમેરા છે. લોન્ચિંગ સમયે ફોનની કિંમત 74,999 રૂપિયા હતી. હાલ ગ્રાહકો આ ફોનને 64,999 રૂપિયામાં ખરીદી શકે છે. ફ્લિપકાર્ટ પર આ ફોન વેચાણ માટે અવેલેબલ છે.

‘મોટોરોલા એજ પ્લસ’નાં બેઝિક ફીચર્સ

  • ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર છે.
  • કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, બ્લુટૂથ 5.0, Wi-Fi 802.11 a/b/g/n/ac, GPS, AGPS અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • ‘મોટોરોલા એજ પ્લસ’માં NFC સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
  • ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પલે છે.
  • ફોનમાં 10X ડિજિટલ ઝૂમ,નાઈટ મોડ, સ્લો મોશન (120fps) સહિતનાં કેમેરા ફીચર્સ મળશે.

‘મોટોરોલા એજ પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ

6.7 ઈંચ

ડિસ્પ્લેટાઈપ

ફુલ HD+ OLED HDR10+ (2340 x 1080) રિઝોલ્યુશન

OS

એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 SoC

રિઅર કેમેરા

108MP + 16MP + 8MP

ફ્રન્ટ કેમેરા

25MP

રેમ

12GB

સ્ટોરેજ

256GB

બેટરી

5,000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ, 15 વૉટ વાયરલેસ ચાર્જિંગ

વજન

203 ગ્રામ