ટેક અપડેટ:Motorola edge 30 ભારતમાં સ્નેપડ્રેગન 778G+ ચિપ સાથે લોન્ચ થયો, જાણો શું છે સ્પેસીફીકેશન્સ?

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

Motorola edge 30 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન Motorola edge 30 પ્રોનું સસ્તું વર્ઝન છે, જે આ વર્ષની શરૂઆતમાં Snapdragon 8 Gen 1 ચિપસેટ સાથે લોન્ચ થયું હતું. The edge 30 દેશનો પહેલો ફોન છે કે, જે Qualcomm Snapdragon 778G+ 5G ચિપસેટથી સંચાલિત છે. આ ફોન સાથે જોડાયેલી અમુક મહત્વપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

Motorola edge 30 સ્પેસીફીકેશન્સ

  • આ ફોનમાં 6.5 ઇંચની FHD+ pOLED પેનલ આપવામાં આવી છે, જે 10-બિટ કલર સપોર્ટ અને 144Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
  • આ સ્ક્રીન HDR10+ અને DCI-P3 કલર સ્પેસને પણ સપોર્ટ કરે છે. પેનલને Gorilla Glass 3 દ્વારા પણ સુરક્ષિત કરવામાં આવી છે.
  • આ ફોન સ્નેપડ્રેગન 778G+ ચિપસેટ દ્વારા સજ્જ છે, જે 6GB અથવા 8GB LPDDR5 રેમ અને 128GB સ્ટોરેજ ધરાવે છે.
  • ફોનનો પાછળનો ભાગ એક્રેલિક મટિરિયલનો બનેલો છે.
  • કેમેરાની વાત કરીએ તો, 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા સાથે 50MP પ્રાઈમરી કેમેરા છે. ત્રીજો 2MP ડેપ્થ સેન્સર પણ છે. બંને 50MP સેન્સર 30fps સુધી 4K વિડિયો રેકોર્ડ કરી શકે છે. ​​​​​​સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 32MP ફ્રન્ટ કેમેરા પણ છે.
  • આ ફોન પરની અન્ય સુવિધાઓમાં ડ્યુઅલ માઇક્રોફોન, સ્ટીરિયો સ્પીકર્સ, NFC, અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને 4020mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કિંમત અને સ્ટોક

  • Motorola edge 30 ની કિંમત 6GB/128GB વેરિયન્ટ માટે રૂ. 27,999 અને 8GB/128GB વેરિયન્ટ માટે રૂ. 29,999 છે.
  • આ ડીવાઈસ બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે -Meteor Grey and Aurora Green.
  • ફોનનું વેચાણ 19 મેથી IST બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને અન્ય અગ્રણી પ્લેટફોર્મ પરથી ફોન ખરીદનારા ખરીદદારો પણ HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર રૂ. 2000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે.