લોન્ચ:108MPનો પ્રાઈમરી કેમેરા અને અધધધ 144Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરતો સ્માર્ટફોન 'મોટોરોલા એજ 20 પ્રો' લોન્ચ થયો, કિંમત ₹36,999

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે

મોટોરોલાએ ભારતમાં તેનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન 'મોટોરોલા એજ 20 પ્રો' લોન્ચ કર્યો છે. આ ફોનની ડિસ્પ્લે 144Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આ ફોનમાં પંચ હોલ ફ્રન્ટ કેમેરા અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફોન 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. ભારતીય માર્કેટમાં ફોનની ટક્કર વનપ્લસ 9R, સેમસંગ ગેલેક્સી S20 FE અને Mi 11X પ્રોથી થઈ શકે છે.

કિંમત અને ઓફર

ફોનનું સિંગલ 8GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 36,999 રૂપિયા છે. ફોનનાં મિડનાઈટ સ્કાય અને ઈરિડીસેન્સ ક્લાઉડ કલર વેરિઅન્ટ ખરીદી શકાશે. તેનું પ્રી બુકિંગ 3 ઓક્ટોબરથી શરૂ થશે. લોન્ચિંગ ઓફર હેઠળ એક્સિસ અને ICICI બેંક કાર્ડની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે. ફોનની ખરીદી 6 મહિનાની 'નો કોસ્ટ EMI' સાથે પણ કરી શકાશે.

'મોટોરોલા એજ 20 પ્રો'નાં બેઝિક સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ My UX પર રન કરે છે. ફોનમાં 6.7 ઈંચની FHD+ મેક્સ વિઝન AMOLED ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે.
  • તેનો રિફ્રેશ રેટ 144Hz છે. અર્થાત 1 સેકન્ડમાં ડિસ્પ્લે 144 વખત રિફ્રેશ થઈ શકે છે. તે HDR 10+ સપોર્ટ કરે છે. ફોનમાં 2.5D કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
  • ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે એડ્રિનો 650 GPU છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે 108MP (પ્રાઈમરી સેન્સર)+ 8MP (ટેલિફોટો લેન્સ)+ 16MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો કેમેરા લેન્સ છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC અને USB ટાઈપ-C પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોનમાં 4,500mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.