તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ પ્રોજેક્ટ:2021ના પ્રથમ ક્વાર્ટરમાં મોટોરોલા લૉ બજેટ સ્માર્ટફોન સિરીઝ CAPRI લોન્ચ કરશે, પ્રીમિયમ સ્માર્ટફોન જેવાં ફીચર્સ મળશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સિરીઝના ફોનને XT2127 અને XT2129 કોડનેમ આપવામાં આવ્યું છે
 • આ ફોનમાં 60Hzથી 90Hz સુધી રિફ્રેશ્ડ રેટવાળી ડિસ્પ્લે મળશે

મોટોરોલા આગામી વર્ષે અફોર્ડેબલ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરવા થઈ રહી છે. આ સિરીઝને CAPRI નામથી હાલ ઓળખવામાં આવી રહી છે. આ સિરીઝના ફોનને XT2127 અને XT2129 કોડનેમ આપવામાં આવ્યું છે.

આ બંને અપકમિંગ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન પણ સામે આવ્યા છે. મોડેલ નંબર XT2127 અર્થાત CAPRIમાં 60Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે, જ્યારે XT2129 મોડેલમાં અર્થાત CAPRI પ્રોમાં 90Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.

CAPRI સિરીઝનાં સ્પેસિફિકેશન

 • XDA ડેવલપર્સના એક રિપોર્ટ અનુસાર, કંપની CAPRI સિરીઝ પર કામ કરી રહી છે. CAPRIમાં 60Hz રિફ્રેશ રેટ સાથે HD+ (720x1600 પિક્સલ) ડિસ્પ્લે મળી શકે છે. તેમાં સ્નેપડ્રેગન 460 પ્રોસેસર મળી શકે છે. ફોનનું 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
 • કેમેરામાં પ્રો વેરિઅન્ટમાં 48MPનું પ્રાઈમરી સેન્સર (s5kgm1st), 2MPનું ડેપ્થ સેન્સર (ov02b1b), 2MPનો મેક્રો લેન્સ (gc02m1) અને 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ મળી શકે છે.
 • ડ્યુઅલ સિમ મોટોરોલા CAPRI+માં HD+ રિઝોલ્યુશન સાથે 90Hz રિફ્રેશ રેટ સાથેની ડિસ્પ્લે મળી શકે છે. ફોનનાં 4GB+64GB અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોટો અને વીડિયો માટે તેમાં 64MP (પ્રાઈમરી સેન્સર-OV64B) + 2MP(ડેપ્થ સેન્સર-ov02b1b)+ 13MP (અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ- s5k3l6)નું રિઅર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.

નિયો નામથી એક ફ્લેગશિપ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે કંપની
મોટોરોલા આગામી વર્ષે નિયો નામનો સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. લીક્સ પ્રમાણે મોટોરોલા નિયોમાં 12GBની રેમ અને 256GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળી શકે છે. ફોન એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. ફોનમાં USB ટાઈપ-સી કનેક્ટિવિટી પોર્ટ સપોર્ટ મળશે. રુમર્સ પ્રમાણે, ફોનની ડિસ્પ્લેમાં 105Hzનો રિફ્રેશ રેટ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો