• Gujarati News
  • Utility
  • Gadgets
  • Moto Watch, Moto Watch One, Moto G; Motorola To Launch Its New Moto Watch Series Soon: Here Are More Details

અપકમિંગ:મોટોરોલા આ વર્ષે 3 સ્માર્ટવોચ લોન્ચ કરશે; જાણો વોચ કયા સ્પેસિફિકેશન્સથી સજ્જ હશે

એક વર્ષ પહેલા
  • 1 વોચમાં સ્ક્વેર અને અન્ય 2 વોચમાં રાઉન્ડ શૅપ ડિઝાઈન મળશે
  • ‘મોટો વોચ’માં કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન મળશે

મોટોરોલા હવે વિયરેબલ સેગમેન્ટમાં ફરી એન્ટ્રી કરવા જઈ રહી છે. તાજેતરમાં જ નેક્સ્ટ જનરેશન મોટોરાલા સ્માર્ટવોચ ઓનલાઈન સ્પોર્ટ થઈ છે. નવી સ્માર્ટવોચ સિરીઝમાં ‘મોટો વોચ’, ‘મોટો વોચ વન’ અને ‘મોટો G’ સામેલ છે.

સોશિયલ મીડિયા પર તેની તસવીરો સામે આવી છે. તેમાં અપકમિંગ્સ વોચની ડિઝાઈન જોવા મળી રહી છે. તસવીરો પ્રમાણે, મોટો વોચ કહેવાતા મોડેલમાં સ્ક્વેર શૅપ ડિઝાઈન આપવામાં આવી છે. આ સિવાય અન્ય બે વોચમાં રાઉન્ડ શૅપ ડિઝાઈન મળશે.

આ વર્ષે લોન્ચ થઈ શકે છે ત્રણેય સ્માર્ટવોચ

  • સોશિયલ મીડિયા પર ફેલિપ બરહાઉ નામના યુઝર જે મોટોરોલાની અપકમિંગ પ્રોડક્ટ્સ વિશે અપડેટ્સ આપે છે તેણે આ તસવીરો લીક કરી છે. મોટો વોચમાં સ્ક્વેર શૅપ ડિઝાઈન સાથે કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન મળે છે. મોટો વોચ વન અને મોટો G સ્માર્ટવોચમાં સર્ક્યુલર ડિસ્પ્લે મળશે. વોચ વનમાં પાતળા બેઝલ્સ મળશે, જ્યારે મોટો Gમાં મોટી ફ્રેમ સાથે સ્પોર્ટી લુક મળશે.
  • જોકે કંપનીએ સ્માર્ટવોચ માટે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે મોટો G સ્માર્ટવોચને જૂનમાં જ્યારે મોટો વોચ અને મોટો વોચ વનને આ વર્ષે જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. ત્રણેય મોડેલ હાલ ડેવલપમેન્ટ ફેઝમાં છે.

સોશિયલ મીડિયા પર સ્માર્ટવોચની તસવીરો સામે આવી

2015માં એક સ્માર્ટવોચ લોન્ચ કરી ચૂકી છે કંપની
આ પહેલાં મોટોરોલા 2015માં મોટો 360 વોચ લોન્ચ કરી ચૂકી છે. ત્યારબાદ 2019માં તેની થર્ડ જનરેશન લોન્ચ થઈ હતી. થર્ડ જનરેશનની લોન્ચિંગ કિંમત 25,800 રૂપિયા હતી. વોચમાં 1.2 ઈંચની OLED ડિસ્પ્લે અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 3100 પ્રોસેસર મળે છે. મોટો 360 વોચ ગૂગલના વિયર OS પર બેઝ્ડ હતી. અપકમિંગ ત્રણેય વોચ ગૂગલ વિયર OSથી સજ્જ હોઈ શકે છે.