કન્ફર્મ:દમદાર સ્પેસિફિકેશન સાથે મોટો g9 પાવર 8 ડિસેમ્બરે લોન્ચ થશે, જાણો ફોન કઈ કિંમત સાથે લોન્ચ થશે
- યુરોપમાં ફોન આશરે 17,400 રુપિયામાં અવેલેબલ છે
- ભારતમાં ફોનનું લોન્ચિંગ 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે થશે
મોટો g9 પાવર સ્માર્ટફોન ભારતમાં 8 ડિસેમ્બરે લોન્ચ થશે. કંપનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તે વાત કન્ફર્મ કરી છે. ફ્લિપકાર્ટ પર તેનું ડેડિકેટેડ પેજ પણ રિલીઝ થયું છે. તે અનુસાર ફોન 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપની આ ફોનને યુરોપમાં પહેલાંથી જ લોન્ચ કરી ચૂકી છે.
મોટો g9 પાવર: ભારતમાં કિંમત અને લોન્ચ ડેટ
- આ સ્માર્ટફોનનું લોન્ચિંગ ભારતમાં 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે થશે. જોકે હાલ તે સ્પષ્ટ નથી કે કંપની વર્ચ્યુઅલ ઈવેન્ટનાં માધ્યમથી તેને લોન્ચ કરશે કે પછી ફ્લિપકાર્ટ પર. ઈ કોમર્સ સાઈટ પર ડેડિકેટેડ પેજ પર ફોનની કિંમત અને સેલ ડેટ વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
- મોટો g9 પાવર યુરોપમાં પહેલાંથી જ લોન્ચ થયો છે. યુરોપમાં તેનાં 4GB+128GB વેરિઅન્ટની કિંમત EUR 199 (આશરે 17,400 રૂપિયા) છે. ફોનનાં ઈલેક્ટ્રિક વાયોલેટ અને મેટાલિક સેજ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
મોટો g9 પાવર: સ્પેસિફિકેશન
- યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોન સ્ટોક એન્ડ્રોઈડ 10 પર રન કરે છે. તેમાં 6.8 ઈંચની HD+ (720x1640 પિક્સલ) IPS ડિસ્પ્લે છે.
- ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર પર કામ કરે છે.
- ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોનમાં 64MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
- મોટોરોલાના આ ફોનમાં 6000mAhની બેટરી છે, જે 20 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ 802.11ac, બ્લુટૂથ 5.0, NFC, USB ટાઈપ સી પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને 4G LTE સહિતનાં ઓપ્શન મળે છે.
- ફોનનું વજન 221 ગ્રામ છે અને તેની જાડાઈ 9.66mm છે.
કંપનીની સોશિયલ મીડિયા પોસ્ટ