• Gujarati News
  • Utility
  • Gadgets
  • Moto G71 5G Launched With 50MP Primary Camera, Water Resistance This Phone Will Get 30 Hours Of Standby Time

ન્યૂ લોન્ચ:50MP પ્રાઈમરી કેમેરાથી સજ્જ 'મોટો g71 5G' લોન્ચ થયો, વૉટર રેઝિસ્ટન્સ આ ફોનમાં 30 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં બંને સિમ 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર છે

ભારતમાં 5Gની રેસમાં આગળ આવવા માટે મોટોરોલાએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન 'મોટો g71 5G' લોન્ચ કર્યો છે. ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ આ ફોનની બેટરી ફુલચાર્જ બાદ 30 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે.

મોટો g71 5Gની કિંમત

ફોનનાં 6GB+128GB સિંગલ વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે. તેનાં આર્કટિક બ્લૂ અને નેપ્ચ્યુન ગ્રીન કલર વેરિઅન્ટ અવેલેબેલ છે. ફોનની ખરીદી 16 જાન્યુઆરીથી ફિલપકાર્ટ પરથી કરી શકાશે. મોટોરોલાના આ સ્માર્ટફોનની ટક્કર રેડમી નોટ 11T 5G (19,200 રૂપિયા), નાર્ઝો 30 5G (18,099 રૂપિયયા) અને iQOO Z3 (19,900 રૂપિયા)થી થશે.

મોટો g71 5G

  • મોટોરોલાનો આ 5G ફોન My UX બેઝ્ડ એન્ડ્રોઈડ 11 પર રન કરે છે. ફોનનાં બંને સિમ 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે.
  • ફોનની 6.4 ઈંચની FHD+ મેક્સ વિઝન AMOLED સ્ક્રીન 60Hzનો રિફ્રેશ રેટ આપે છે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનની ડિસ્પ્લે 700 નિટ્સ સુધીની બ્રાઈટનેસ સપોર્ટ કરે છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે તેમાં 50MP (પ્રાઈમરી લેન્સ) +8MP (અલ્ટ્રાવાઈડ લેન્સ) +2MP (મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં 6GB રેમ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 695 SoC પ્રોસેસર મળે છે. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 128GBનું છે.
  • આ 5G ફોનમાં 5,000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ટર્બોપાવર ચાર્જર માટે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • ફોનને IP52 સર્ટિફિકેશન મળ્યું છે. અર્થાત ફોન પર પાણી પડે તો તે ખરાબ થતો નથી. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં ડોલ્બી એટમોસ ઓડિયો સપોર્ટ મળે છે. ફોનનું ડાયમેન્શન 161.19x73.87x8.49mm અને વજન 179 ગ્રામ છે.
  • કનેક્ટિવિટી માટે સ્માર્ટફોન 5G, 4G LTE, વાઈફાઈ 802.11ac, બ્લુટૂથ V5.0, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-C અને 3.5 mm હેડફોન સહિતના ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર અટેચ છે. આ સાથે ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ, જાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર મળે છે.
અન્ય સમાચારો પણ છે...