તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Moto G 5G And Vivo V20 Pro Cheap 5G Smartphone Will Be Launched Next Week, Know Price Specification And Features Details

સેવ ધ ડેટ:આગામી અઠવાડિયે લોન્ચ થશે મોટો-વિવોના સસ્તાં 5G સ્માર્ટફોન, જાણો સ્પેસિફિકેશન-ફીચર્સની ડિટેલ

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારતમાં મોટો G 5G, કંપનીનો ત્રીજો 5G હેન્ડસેટ હશે
 • વિવોના દાવો છે કે V20 Pro સૌથી પાતળો 5G સ્માર્ટફોન હશે

આગામી અઠવાડિયે ભારતમાં બે 5G સ્માર્ટફોન લોન્ચ થવાના છે. 30 નવેમ્બરે મોટોરોલા તેનો 5G ફોન લોન્ચ કરશે તો વિવો ડિસેમ્બરની શરૂઆતમાં મિડ રેન્જ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેની કિંમત 30 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ બંને સ્માર્ટફોન કઈ કિંમત અને સ્પેસિફિકેશન સાથે લોન્ચ થશે આવો જાણીએ...

1. મોટો G 5G
લોન્ચિંગ ડેટ: 30 નવેમ્બર

 • ભારતમાં મોટો G 5G, કંપનીનો ત્રીજો 5G હેન્ડસેટ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ફોન અફોર્ડેબલ 5G ફોન હશે. કેટલાક મહિના પહેલાં જ ફોન યુરોપમાં લોન્ચ થયો છે. આ પહેલાં કંપનીએ મોટોરોલા એજ પ્લસ અને રેઝર 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે.
 • ભારતમાં સ્માર્ટફોન કયા સ્પેસિફિકેશન સાથે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ફ્લિપકાર્ટ પર 30 નવેમ્બરે બપોરે 12 વાગ્યે ફોનનું લોન્ચિંગ થશે.
 • ફોનનું ગ્લોબલ વેરિઅન્ટ એકમાત્ર વેરિઅન્ટ છે જેણે સ્નેપડ્રેગન 750G 5G પ્રોસેસર સાથે ડેબ્યૂ કર્યું છે.
 • આ પ્રોસેસરથી આશા છે કે ફોનની કિંમત હાલ ભારતના સૌથી અફોર્ડેબલ 5G વનપ્લસ નોર્ડ કરતાં ઓછી હોઈ શકે છે.
 • ફોનમાં 6.7 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે, જે HDR10+ સપોર્ટ સાથે આવશે. ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 • ફોન 5000mAhની બેટરી સાથે લોન્ચ થશે, જે 20 વૉટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરશે. ફોનનું ગ્લોબલ વેરિઅન્ટ એન્ડ્રોઈડ 10 પર રન કરે છે. ફોનમાં 48MP ટ્રિપલ રિઅર કેમેરા મળશે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કંપનીએ લોન્ચિંગ વિશે માહિતી આપી

2. વિવો V20 પ્રો
લોન્ચિંગ ડેટ: 2 ડિસેમ્બર

 • છેલ્લા ઘણા સમયથી ફોનની લીક ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. હવે કંપનીએ તેની લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી છે. કંપની 2 ડિસેમ્બરે વિવો V20 પ્રો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે. જોકે લોન્ચિંગ પહેલાં જ ફોનનાં સ્પેસિફિકેશન સામે આવ્યા છે.
 • કંપની V20 સિરીઝ એક્સપાન્ડ કરી રહી છે. પહેલાં કંપનીએ V20 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ તેનું અફોર્ડેબલ વર્ઝન V20 SE લોન્ચ કર્યું હતું. પ્રો વેરિઅન્ટ આ સિરીઝનું હાયર વર્ઝન છે.
 • ફોનનું ભારતીય વર્ઝન પણ ગ્લોબલ વર્ઝનની જેમ જ હોય તેવી સંભાવના છે. આ ફોનમાં 6.44 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે અને ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા મળી શકે છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. તેમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળી શકે છે. ફોન એન્ડ્રોઈડ 11 પર બેઝ્ડ ફનટચ OS 11 પર કામ કરશે.
 • વિવોના આ અપકમિંગ ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 2MPનો કેમેરા મળશે.
 • સેલ્ફી માટે ફ્રન્ટમાં 44MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો વાઈડ એંગલ લેન્સ મળશે.
 • ફોનમાં 33 વૉટ ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે 4000mAhની બેટરી મળશે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
 • ફોનની કિંમત 29,990 રૂપિયા હોઈ શકે છે.