તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટો E7 પાવર લોન્ચ:આ સ્માર્ટફોન સિંગલ ચાર્જમાં 2 દિવસનું બેકઅપ આપશે, 13MPનો ડ્યુઅલ કેમેરા મળશે; ભારતમાં આ 3 ફોનથી ટક્કર થશે

10 દિવસ પહેલા
 • 5000mAhની બેટરી મળશે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે
 • ફોનનું વેચાણ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે

મોટોરોલાએ ભારતીય માર્કેટમાં મોટો E7 પાવર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન વોટરડ્રોપ સ્ટાઈલ નોચ ડિસ્પ્લે અને ડ્યુઅલ રિઅર કેમેરાથી સજ્જ છે. ફોનમાં 5000mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જ પર તેનો ઉપયોગ 2 દિવસ સુધી કરી શકાશે. ભારતીય માર્કેટમાં તેની ટક્કર રેડમી 9i, ઈનફિનિક્સ સ્માર્ટ 5 અને રિયલમી C15થી થશે.

મોટો E7 પાવરની કિંમત
આ સ્માર્ટફોનનાં 2GB+32GB અને 4GB+64GB એમ 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 2GB+32GB વેરિઅન્ટની કિંમત 7,499 રૂપિયા અને 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,299 રૂપિયા છે. ફોનનાં રેડ અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. સ્માર્ટફોનનો સેલ 26 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને અન્ય રિટેલ સ્ટોર્સ પર થશે.

મોટો E7 પાવરનાં સ્પેસિફિકેશન

 • આ સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. તેમાં 6.5 ઈંચ HD+ (720X1600 પિક્સલ) મેક્સ વિઝન ડિસ્પ્લે મળે છે. ફોનમાં ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો G25 પ્રોસેસર સાથે 4GBની રેમ મળે છે. ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 32GB અને 64GB છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ મળે છે. તો 2MPનો મેક્રો લેન્સ મળે છે. સેલ્ફી માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE,વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/A GPS,FM રેડિયો, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન છે.
 • સિક્યોરિટી માટે ફોનની બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળશે.
 • તેમાં 5000mAhની બેટરી મળશે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તે 76 કલાકનું મ્યુઝિક સ્ટ્રીમિંગ, 14 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 12 કલાકનું વેબ બ્રાઉઝિંગનું બેકઅપ આપે છે. ફોનનું વજન 200 ગ્રામ છે.

ભારતમાં મોટો e7 પાવરની ટક્કર આ સ્માર્ટફોન સાથે

સ્માર્ટફોનકિંમત

મોટો e7 પાવર

7,499 રૂપિયાથી શરૂ
રેડમી 9i8,299 રૂપિયાથી શરૂ
ઈન્ફિનિક્સ સ્માર્ટ 57,499 રૂપિયાથી શરૂ
રિયલમી C158,999 રૂપિયાથી શરૂ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો