તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ:2 રિઅર કેમેરા અને પંચ હોલ ડિસ્પ્લે ધરાવતો ‘મોટો e7 પ્લસ’ સ્માર્ટફોન 23 સપ્ટેમ્બરે લોન્ચ થશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોનનું સિંગલ 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે
 • ફોનની કિંમત 13,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

મોટોરોલા કંપની ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘મોટો e7 પ્લસ’ 23 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર રિલીઝ કર્યું છે. તો ટ્વીટ કરીને પણ કંપનીએ લોન્ચિંગની માહિતી આપી છે.

ફ્લિપકાર્ટ પર રિલીઝ કરાયેલા ટીઝર પેજ મુજબ ફોનમાં 2 રિઅર કેમરા મળશે. ફોનનાં બ્લૂ અને બ્રોન્ઝ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે.

‘મોટો e7 પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન

 • યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોનમાં 6.5 ઈંચની HD+ વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે મળશે.
 • આ ફોન ડ્યુલ નેનો સિમ પણ સપોર્ટ કરશે.
 • ફોન એન્ડ્રોઈ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસરથી સજ્જ હશે.
 • ફોનનું સિંગલ 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
 • ફોનમાં 48MPનો રિઅર કેમરા મળશે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
 • ફોનમાં 5000mAhની બેટરી મળશે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 4G, બ્લુટૂથ, વાઈફાઈ, માઈક્રો USB પોર્ટ, GPS અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
 • કંપનીએ ભારતમાં ફોનની કિંમતને લઈ કોઈ ખુલાસો કર્યો નથી. યુરોપમાં તેની કિંમત 149 યુરો (આશરે 13,000 રૂપિયા) છે.
અન્ય સમાચારો પણ છે...