લો બજેટ સ્માર્ટફોન લોન્ચ:Moto E32s માં મળશે 5000mAhની દમદાર બેટરી, કિંમત 8999 રૂપિયાથી શરૂ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

Moto E32s સ્માર્ટફોન આજે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Moto E32નું અપડેટેડ વર્ઝન છે, જે અગાઉ આવ્યું હતું. તે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જેવી સુવિધાઓ સાથે આવે છે. Moto E32sમાં ઓક્ટા-કોર મીડિયાટેક હિલિયો G-37 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે એન્ડ્રોઇડ-12 પર ચાલે છે. કંપનીએ બે વર્ષ માટે યૂઝર્સને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. ફોનમાં IP52-સર્ટિફાઇડ વોટર રિપેલન્ટ ડિઝાઇન પણ છે. Moto E32s બજેટ કેટેગરીમાં રેડમી-10A, રિયલમી C-31 અને રેડમી-10 જેવા સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરશે.

Moto E32s ની કિંમત
ભારતમાં Moto E32s ની કિંમત તેના બેઝ વેરિઅન્ટ 3GB રેમ + 32GB સ્ટોરેજ મોડેલ માટે 8,999 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્રારંભિક કિંમત છે. કંપનીએ પ્રારંભિક કિંમત કેટલો સમય માન્ય રહેશે તેની માહિતી આપી નથી. આ ફોન 4GB + 64GB મોડલમાં પણ આવે છે, જેની કિંમત 9,999 રૂપિયા છે. Moto E32sને મિસ્ટી સિલ્વર અને સ્લેટ ગ્રે કલર્સ ઓપ્શનમાં ખરીદી શકાય છે. તે 6 જૂને બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, જિયો માર્ટ, જિયો માર્ટ ડિજિટલ અને રિલાયન્સ ડિજિટલથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે.

Moto E32s ના સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ સિમ (નેનો) સ્લોટ સાથે આવતો Moto E32s સ્માર્ટફોન એન્ડ્રોઇડ-12 પર ચાલે છે. તેમાં 6.5 ઇંચની HD+ (720x1,600 px) ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને તેનો રિફ્રેશ રેટ 90હર્ટ્ઝ છે.
  • આ ફોનમાં મીડિયાટેકનું હિલિયો G-37 પ્રોસેસર સાથે LPDDR4X રેમ 4GB સુધી આપવામાં આવી છે. Moto E32sમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
  • તેમાં f/2.2 લેન્સ સાથે 16 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર, 2 મેગાપિક્સલનું મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે Moto E32sમાં f/2.0 લેન્સ સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. રિયર અને ફ્રન્ટ બંને કેમેરામાં પોટ્રેટ, પૈનોરમા, પ્રો અને નાઇટ વિઝન મોડ્સ આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં LED ફ્લેશ પણ છે. તે 30fps પર ફુલ HD વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
  • Moto E32s સ્માર્ટફોન 64GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે. ડેડીકેટેડ કાર્ડ સ્લોટ્સ દ્વારા સ્ટોરેજને 1 TB સુધી વધારી શકાય છે.
  • આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી અને બોક્સમાં 10W નું ચાર્જર આપવામાં આવ્યું છે.
  • આ ફોનનું વજન 185 ગ્રામ છે.
  • કનેક્ટિવિટી ઓપ્શનમાં Moto E32sમાં 4G LTE, WI-FI 802.11ac, બ્લૂટૂથ વર્ઝન 5.0, GPS/ A-GPS, USB ટાઈપ-C અને 3.5 mm હેડફોન જેક આપવામાં આવ્યા છે. આ ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી આવે છે.