મોટોરોલાનો લો-બજેટ 4G સ્માર્ટફોન લોન્ચ:મોટો e22sની કિંમત 8,999 રુપિયા, 4GB RAM+ 64GB સ્ટોરેજ સાથે બે કલર ઓપ્શન મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટોરોલાએ આજે પોતાનો નવો લો-બજેટ 4G સ્માર્ટફોન 8,999ની કિંમતે લોન્ચ કર્યો. 10 હજારથી પણ ઓછી કિંમતે મળતા આ સ્માર્ટફોનમાં તમને મીડિયાટેક ચિપસેટ મળશે. લોન્ચિંગ પછી આ સ્માર્ટફોનનો પહેલો સેલ આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગોઠવવામાં આવશે. આ સ્માર્ટફોનના બીજા ફીચર્સ વિશે પણ માહિતી મેળવીએ.

મોટો e22s સ્માર્ટફોનમાં એક ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ મળી રહ્યા છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ-12 પર ચાલશે. મોટોરોલા કંપનીએ થોડા સમય પહેલા જ મોટો ‘e32’ અને ‘e32s’ લોન્ચ કર્યા હતા, જેની કિંમત અનુક્રમે 10,499 અને 9,999 છે ત્યારે કંપનીએ મધ્યમ વર્ગના લોકોના બજેટને ધ્યાનમાં રાખીને ‘મોટો e22s’ લોન્ચ કર્યો છે.

22 ઓક્ટોબરે ફ્લિપકાર્ટ પર સેલ થશે
₹8,999ની કિંમતે ભારતમાં લોન્ચ કરવામાં આવેલ ‘મોટો e22s’ ને 22 ઓક્ટોબરથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને અન્ય રિટેઈલ સ્ટોર્સના માધ્યમથી વેચવામાં આવશે. આ સ્માર્ટફોનને સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટ (4GB+64GB)માં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન બે કલર ઓપ્શન આર્કટિક બ્લૂ અને ઈકો બ્લેકમાં મળી રહેશે. મોટોરોલાએ ટ્વિટરના માધ્યમથી આ સ્માર્ટફોનના લોન્ચિંગ અંગે જાહેરાત કરી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે,‘મોટો e22s 90Hz ડિસ્પ્લે, એક સ્ટાઈલિશ પ્રીમિયમ ડિઝાઈન, 16MP AI કેમેરા અને સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવી રહ્યો છે. ₹8,999માં એન્ડ્રોઈડ 12 OS સાથે બીજા ઘણા પ્રિમિયમ ફીચર્સ મળશે. 22 ઓક્ટોબરથી તમે આ સ્માર્ટફોનની ખરીદી કરી શકશો.’

ફીચર્સ :
ચિપસેટ- આ ડિવાઈસ મીડિયાટેક હેલિયો G37 ઓક્ટા-કોર CPU પર ચાલે છે, જેમાં ચાર A53 2.3GHz અને A53 1.8GHz કોર છે. આ ડિવાઈસના પ્રોસેસરને 4GB RAM સાથે જોડવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 64GB ઈન્ટરનલ સ્ટોરેજ મળી રહ્યું છે. આ સાથે જ તેમાં માઈક્રોએસડી કાર્ડનો એક સ્લોટ પણ આપવામાં આવ્યો છે, જેને યૂઝ કરીને તમે સ્ટોરેજને 1TB સુધી વધારી શકો.

ડિસ્પ્લે- આ સ્માર્ટફોનમાં 1600*720 રિઝોલ્યુશનવાળી 6.5 ઈંચની IPS LCD પેનલ મળી રહી છે. જેની ઓવરઓલ પિક્સલ ડેન્સિટી 268 ppi સુધીની રહેશે. તેની ડિસ્પ્લે પેનલ 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

કેમેરા- ઓપ્ટિક્સની વાત કરીએ તો તમે આ સ્માર્ટફોનમાં એક ડ્યુઅલ લેન્સ સેટઅપ મળશે, જેમાં પ્રાઈમરી લેન્સ 16MPનો છે. તેમાં બીજું મોડ્યુલ 2MP ડેપ્થ સેન્સરનું છે. તેનો ફ્રન્ટ કેમેરો 8MPનો છે, જેના ડિસ્પ્લેમાં પંચ હોલ રાખવામાં આવ્યો છે.

બેટરી અને અન્ય ફીચર્સ- આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી મળશે. તે 10Wના ચાર્જિંગ સ્પીડને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોન સિંગલ ચાર્જમાં 2 દિવસ એટલે કે 48 કલાક ચાલશે. આ સ્માર્ટફોનના બોક્સમાં તમને ચાર્જર અને સપોર્ટિંગ કેબલ પણ મળશે. આ સ્માર્ટફોનમાં 3.5mm હેડફોન જેકની સાથે સિંગલ સ્પીકર મળી રહ્યું છે.