તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • More Than 5.4 Million Smartwatches And Fitness Bands Sold In 2020, Companies Grow Due To User Fitness Goals In Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં રિસ્ટેબલની ડિમાન્ડ:2020માં 54 લાખથી વધારે સમાર્ટવોચ અને ફિટનેસ બેન્ડ વેચાયાં, કોરોનાકાળમાં યુઝર્સના ફિટનેસ ગોલને લીધે કંપનીઓનો ગ્રોથ થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં સ્માર્ટવોચ અને બેન્ડ અર્થાત રિસ્ટેબલ માર્કેટે ગત વર્ષે 3800 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો
  • સેન્સર ટાવરના રિપોર્ટ પ્રમાણે, 2020માં 65.6 કરોડ લોકોએ ફિટનેસ એપ ડાઉનલોડ કરી
  • 2020ના ચોથા ક્વાર્ટરમાં 280%ના ગ્રોથ સાથે દેશમાં 13 લાખ સ્માર્ટવોચનું વેચાણ થયું

2020માં કોરોનાકાળને કારણે તમામ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર થઈ છે. જોકે કેટલીક ઈન્ડસ્ટ્રીને ફાયદો પણ થયો છે. તેમાં રિસ્ટેબલ ઈન્ડસ્ટ્રી સામેલ છે. ભારતમાં સ્માર્ટવોચ અને બેન્ડ અર્થાત રિસ્ટેબલ માર્કેટે ગત વર્ષે 3800 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો છે. techARCના રિપોર્ટ પ્રમાણે, દેશમાં કુલ 54 લાખ રિસ્ટેબલ યુનિટનાં શિપમેન્ટ થયાં છે.

ચાઈનીઝ કંપની શાઓમી અને રિયલમી કેલેન્ડર યરમાં વોલ્યુમ અને વેલ્યુ માટે ટોપ 5માં લીડર્સ રહી છે. સ્માર્ટ એક્સેસરીઝ બ્રાન્ડ નોઈસ 2020માં વોલ્યુમ પ્રમાણે લિસ્ટમાં ત્રીજા નંબરે છે. જોકે રેવન્યૂમાં એપલ અને સેમસંગે બાજી મારી છે.

સ્માર્ટફોન વારંવાર અનલોક નથી કરવો પડતો
ટેકઆર્કના ફાઉન્ડર અને ચીફ એનાલિસ્ટસ ફૈઝલ કાવોસાએ કહ્યું કે, રિસ્ટેબલ હેલ્થ અને ફિટનેસ ટ્રેકિંગ માટે યુઝર્સ માટે ઈમ્પોર્ટન્ટ ગેજેટ બન્યું છે. ફોનમાં આવતા નોટિફિકેશન્સ અને મેસેજ પણ તેમાં જોઈ શકાય છે તેથી વારંવાર સ્માર્ટફોન અનલોક કરવાની પણ જરુર રહેતી નથી. માત્ર રિપ્લાય આપવા માટે ફોનની જરૂર પડે છે.

2020માં રિસ્ટેબલ માર્કેટ હાઈ રહ્યું તેનું કારણ
કોરોનાને કારણે ફિટ રહેવા માટે લોકડાઉનમાં ફિટનેસ ડિવાઈસની ખરીદી 55% વધી ગઈ. સેન્સર ટાવરના રિપોર્ટ પ્રમાણે, ફિટનેસ એપ ડાઉનલોડિંગમાં 47%ની વૃદ્ધિ જોવા મળી. આ દરમિયાન 65.6 કરોડ લોકોએ ફિટનેસ એપ ડાઉનલોડ કરી. મે 2020માં આશરે 34 લાખ લોકોએ સ્ટ્રાવા એપ ડાઉનલોડ કરી. ગત વર્ષે 7 કરોડથી વધારે લોકોએ ફિટ રહેવા માટે સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડની ખરીદી કરી. 2019ની સરખામણીએ આ આંકડો 33% વધારે છે.

2020માં રિસ્ટબેન્ડ્સની સરખામણીએ સ્માર્ટવોચનું વેચાણ વધારે

  • રિસ્ટબેન્ડ: 2019ની સરખામણીએ 2020માં રિસ્ટબેન્ડના વેચાણમાં 34.3%નો ઘટાડો આવ્યો. ગત વર્ષે કુલ 33 લાખ રિસ્ટબેન્ડનું વેચાણ થયું હતું, ભારતમાં રિસ્ટબેન્ડનું વેચાણ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી 2020 એવું વર્ષ રહ્યું જેમાં આ કેટેગરીમાં ઘટાડો જોવા મળ્યો હોય. તેનું કારણ એ છે કે હવે આ જ કિંમતમાં સ્માર્ટવોચ અવેલેબલ છે. 46.7% માર્કેટ શેર સાથે શાઓમીએ 2020માં આ કેટેગરી લીડ કરી હતી. રિયલમીનો માર્કેટ શેર 12.3% રહ્યો હતો.
  • સ્માર્ટવોચ: એક બાજુ રિસ્ટબેન્ડની ડિમાન્ડ ઘટતી હતી તો સ્માર્ટવોચની ડિમાન્ડ વધી રહી હતી. ગત વર્ષે કુલ 26 લાખ સ્માર્ટવોચ વેચાઈ. તેમાં વાર્ષિક 139.3%ની વૃદ્ધિ થઈ. 2020ના ચોથા ક્વાર્ટરમાં 280%ના ગ્રોથ સાથે દેશમાં 13 લાખ સ્માર્ટવોચનું વેચાણ થયું. 24.5% માર્કેટ શેર સાથે નોઈસે આ કેટેગરી લીડ કરી.

ઈન્ડિયન્સને પસંદ પડી એપલ વોચ
IDCના રિપોર્ટ પ્રમાણે 2020માં વિયરેબલ સેગમેન્ટમાં અમેરિકન કંપની એપલનો દબદબો રહ્યો છે. સ્માર્ટવોચ કેટેગરીમાં તેનો ગ્લોબલ માર્કેટ શેર 51% રહ્યો. રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે દેશમાં 2.6 મિલિયન યુનિટનાં શિપમેન્ટ થયાં હતાં. તેમાં વાર્ષિક 139.3%નો ગ્રોથ જોવા મળ્યો. આ દરમિયાન ફિટનેસ બેન્ડની માગ ઘટી પરંતુ સ્માર્ટવોચની ડિમાન્ડ વધી હતી.

એપલ વોચ 3 અને 6 સિરીઝનો ગ્રોથ થયો
IDCના ડેટા પ્રમાણે, થર્ડ પાર્ટી એપ્લિકેશન પર રન કરતી સ્માર્ટવોચનો માર્કેટ શેર 24.5% રહ્યો. તો એપલ 51% માર્કેટ શેર સાથે અવ્વલ નંબરે રહી. IDC ઈન્ડિયાના રિસર્ચ ડાયરેક્ટર, ક્લાઈન્ટ ડિવાઈસિસ એન્ડ IPDS, નવકેન્દ્ર સિંહે કહ્યું કે, 2020માં ભારતમાં મુખ્ય રીતે એપલ વોચ 3 અને વોચ 6 સિરીઝમાં ગ્રોથ જોવા મળ્યો.

પ્રમોશનલ ડિસ્કાઉન્ટનો ફાયદો
ભારતીય માર્કેટમાં એપલ વોચની જૂની સિરીઝની કિંમતો ઘટાડવાથી અને સિરીઝ 5 તેમજ 6 પર પ્રમોશનલ ડિસ્કાઉન્ટ સાથે બેંકની ઓફર્સને કારણે ગ્રાહકોએ તેની ખરીદી. IDC ઈન્ડિયામાં એસોસિએટ રિસર્ચ મેનેજર, ક્લાઈન્ટ ડિવાઈસ, જયપાલ સિંહે કહ્યું કે સ્માર્ટવોચમાં ઓછી કિંમત હવે ગ્રાહકો માટે હવે મોટો પડકાર નથી.

સિરીઝ 6 અને SEનાં 1.29 કરોડ યુનિટ વેચાયા
કાઉન્ટપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, એપલ વોચ 6 અને SEની દુનિયાભરમાં ડિમાન્ડ રહી. કંપનીએ કુલ 1.29 કરોડ યુનિટનું વેચાણ કર્યું. 2020ના છેલ્લા ક્વાર્ટરમાં વોચનો માર્કેટ શેર 40% રહ્યો હતો. 2020માં અન્ય કંપનીઓનો વાર્ષિક ગ્રોથ રેટ 1.5% હતો ત્યારે એપલનો ગ્રોથ રેટ 6% હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો