• Gujarati News
  • Utility
  • Gadgets
  • Modified 'iPhone X' Priced At Rs 1 Lakh Auctioned At 64 Times Higher Price, You Will Be Surprised To Know Reason

શૉકિંગ:1 લાખ રૂપિયાની કિંમતનો મોડિફાઈડ 'આઈફોન X' 64ગણી વધારે કિંમતે નીલામ થયો, કારણ જાણી ચોંકી જશો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન X 2017માં લોન્ચ થયો
  • લોન્ચિંગ સમયે આઈફોનનાં ટોપ વેરિઅન્ટની કિંમત 1.02 લાખ રૂપિયા હતી

આઈફોન મોડિફિકેશન કરી શું તમે 64 ગણી કિંમત વસૂલી શકો? અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોના એક યુઝરે 'આઈફોન X' મોડિફિકેશન કર્યા બાદ તેને 64 ગણી કિંમતે વેચ્યો છે. 'આઈફોન X'2017માં લોન્ચ થયો હતો. લોન્ચિંગ સમયે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 1.02 લાખ રૂપિયા હતી. આ મોડિફાઈડ આઈફોનમાં સોના ચાંદી કે હીરા નહોતા લાગ્યા. તેમ છતાં તેની નીલામીમાં 86,001 ડોલર (આશરે 64 લાખ રૂપિયા) ફાઈનલ બોલી લાગી.

મસમોટી કિંમતનું આ કારણ
આઈફોનમાં ચાર્જિંગ માટે ઈનબિલ્ટ લાઈટનિંગ પોર્ટ મળે છે. તાજેતરમાં લોન્ચ થયેલી આઈફોન 13 સિરીઝમાં યુઝરને આશા હતી કે આ વખતે કંપની ટાઈપ C પોર્ટની કનેક્ટિવિટી આપશે. જોકે કંપનીએ તેની પરંપરા ન તોડતા લાઈટનિંગ પોર્ટ જ આપ્યો.

અમેરિકન એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કેન પિલોનેલે આઈફોન Xમાં મોસ્ટ ડિમાન્ડેડ USB ટાઈપ C પોર્ટ અટેચ કર્યો. ચાર્જિંગ પોર્ટ મોડિફાઈડ થયો હોવા છતાં આઈફોન એકદમ ટકાટક વર્કિંગ કન્ડિશનમાં હતો. કેને મોડિફાઈડ 'આઈફોન X' eBay પર ઓક્શનમાં મૂક્યો.

અધધધ 64 લાખ રૂપિયાની ફાઈનલ બોલી
iMoreના રિપોર્ટ પ્રમાણે, આ મોડિફાઈડ USB ટાઈપ C પોર્ટ વાળા આઈફોન Xને 1 નવેમ્બરે ઓક્શનમાં મૂકાયો હતો. શરૂઆતમાં તેની 1600 ડોલર (આશરે 1.18 લાખ રૂપિયા)ની બોલી લાગી હતી. ફાઈનલ બોલીમાં ફોનની કિંમત 64 ગણી અર્થાત 64 લાખ રૂપિયા લાગી છે.

આઈફોન Xનાં સ્પેસિફિકેશન્સ

  • આ સ્માર્ટફોનમાં 5.8 ઈંચની સુપર રેટિના ડિસ્પ્લે છે. તે ફેસ ID અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • તેની સ્ટેનલેસ સ્ટીલ બોડી વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે.
  • આઈફોનમાં A11 બાયોનિક પ્રોસેસર મળે છે. ફોન મશીન લર્નિંગ, AI (ઓગ્મેન્ટેડ રિયાલિટી), 3D ગેમિંગ સપોર્ટ કરે છે.
  • ફોનમાં 12MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે.
  • કેમેરા સેટઅપ OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ કરે છે. ન્યૂ કલર ફિલ્ટર, ડીપર પિક્સલ અને ઈમેજ સિગ્નલ પ્રોસેસર સહિતનાં ફીચર પણ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આઈફોનમાં 7MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.