સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર પછી મેટાએ પણ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બ્લૂ ટિક સર્વિસ શરુ કરી દીધી છે. હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કોઈપણ વ્યક્તિ નજીવા ચાર્જીસ ચૂકવીને પોતાની પ્રોફાઈલ આગળ બ્લૂ ટીક લગાવી શકે છે.
વેબ પર સાઈનઅપ કરનારા યૂઝર્સને ફક્ત ફેસબુક પર બ્લૂ ટિક મળશે. જો કે, મોબાઈલ એપ યૂઝરને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંનેમાં બ્લૂ ટિક મળશે. આ બ્લૂ ટિક એક વેરિફિકેશન બેજ છે, જે દર્શાવે છે કે આ એકાઉન્ટ ઓથેન્ટિકેટ છે અને કોઈપણ પબ્લિક ફિગર, સેલેબ્રિટી કે બ્રાન્ડથી સંબંધિત છે.
મોબાઈલ પર દર મહિને આપવા પડશે ₹1,237
કંપનીએ હાલ આ સર્વિસ અમેરિકામાં શરુ કરી દીધી છે. જલ્દી જ આ સર્વિસ બીજા દેશોમાં પણ શરુ કરી દેવામાં આવશે. યૂઝર જો વેબ પર સાઈન અપ કરે છે તો આ સર્વિસની કિંમત 11.99 ડોલર પ્રતિમાસ (₹989) ચૂકવવા પડશે અને આ મોબાઈલ એપથી સાઈનઅપ કરવા માટે 14.99 ડોલર પ્રતિમાસ (₹1237) આપવા પડશે.
સબસ્ક્રિપ્શન પર જવા પાછળનાં 3 મોટા કારણો
ટ્વિટરે શરુઆત કરી હતી
બ્લુ ટિકની સેવા સૌથી પહેલા ટ્વિટર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે ફક્ત લોકપ્રિય લોકો માટે અનામત રાખવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામે અગાઉ મીડિયા સંસ્થાઓમાં કામ કરતા લોકો, ઈન્ફ્લૂએન્સર્સ, સેલિબ્રિટીઝ અને રાજકારણીઓને તેમના નામની બાજુમાં બ્લુ ટીક લગાવવાની મંજૂરી આપી હતી. હવે કોઈપણ યુઝર તેને ખરીદી શકે છે.
કોને મળશે બ્લૂ ટિક અને શું છે પ્રોસેસ?
ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક ખરીદવા માટે યૂઝરની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. યૂઝરે પોતાનું ફોટો ID સબ્મિટ કરાવવું પડશે અને એક વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવુ પડશે. એકવાર યૂઝર જ્યારે મેટા પર વેરિફાઈડ થઈ જશે તો તેના માટે તેના માટે પોતાની પ્રોફાઈલ પરનું નામ કે ડિસ્પ્લે પરનું નામ અથવા અન્ય કોઈ માહિતી બદલવી સરળ રહેશે નહી. યૂઝરે વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવુ પડશે.
મીડિયા રિપોર્ટ્સની વાત જો માનીએ તો જે યૂઝર્સ પાસે પહેલાથી વેરિફાઈડ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પ્રોફાઈલ છે તેઓએ આ ચાર્જીસ ચૂકવવાના રહેશે નહી. જો કે, જો મેટા લેગસી એકાઉન્ટ્સથી છૂટકારો મેળવવાની યોજના બનાવી રહી છે, તો નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.