ભારતીયોને સ્માર્ટફોનની એવી લત લાગી ચૂકી છે કે હવે તેઓ સૌથી વધારે સમય લોક સ્ક્રીન પર પસાર કરી રહ્યા છે. ગ્લાન્સના વોટ ઈન્ડિયા કન્ઝ્યુમર ઓન લોક સ્ક્રીનના રિપોર્ટ પ્રમાણે, ફોનની લોક સ્ક્રીન પર ભારતીયોએ ગત વર્ષની સરખામણીએ 200% વધારે સમય પસાર કર્યો છે. લોક સ્ક્રીન કન્ટેન્ટ માટે એક યુઝર સરેરાશ 25 મિનિટનો ઉપયોગ કરે છે.
ગ્લાન્સ દુનિયાનું પ્રથમ સ્ક્રીન ઝીરો પ્લેટફોર્મ છે. તે લોક સ્ક્રીન ડિવાઈસ ખાસ કરીને સ્માર્ટફોન પર યુઝર્સને લાઈવ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. ગ્લાન્સના રિપોર્ટમાં જાન્યુઆરી, 2020થી 2021 સુધી યુઝરના બિહેવિયરનું એનાલિસિસ કરાયું છે. મોટા ભાગના સ્માર્ટફોન્સમાં લોક સ્ક્રીન પર કન્ટેન્ટ જોવાનું ફીચર મળે છે.
યુઝર 1 દિવસમાં 70 વખત ફોન અનલોક કરે છે
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં સ્માર્ટફોન યુઝર સરેરાશ પોતાના સ્માર્ટફોનને દિવસમાં મિનમમ 70 વખત અનલોક કરે છે. તેમાંથી તે આશરે 50 વખત માત્ર લોક સ્ક્રીન પર આપેલાં કન્ટેન્ટ જુએ છે. યુઝર્સ ડિનર પછી અને સૂતા પહેલાં લોક સ્ક્રીન કન્ટેન્ટ વધારે જુએ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના યુઝર્સ મોડી રાત સુધી લોક સ્ક્રીન કન્ટેન્ટ જુએ છે.
લોક સ્ક્રીન કન્ટેન્ટમાં એન્ટરટેઈનમેન્ટ, ન્યૂઝ, નેચર/વાઈલ્ડલાઈફની કેટેગરી સૌથી વધારે જોવાય છે. અન્ય કેટેગરીમાં હેલ્થ એન્ડ ફિટનેસ, પોલ્સ એન્ડ ક્વિઝ, ટ્રિવિયા સાથે પોલિટિક્સનું કન્ટેન્ટ વધારે જોવાય છે.
ટિયર 2 અને ટિયર 3 શહેરમાં કન્ટેન્ટ કન્ઝપ્શન વધ્યું
ગ્લાન્સમાં માર્કેટિંગના વાઈસ પ્રેસિડન્ટ, વિકાસ ચૌધરીએ કહ્યું કે, કોવિડ-19 મહામારીએ આપણી જીવનશૈલી પર અસર કરી છે. તેમાં કન્ટેન્ટ કન્ઝ્યુમ પણ સામેલ છે. ધ ઈન્ડિયા લોક સ્ક્રીન રિપોર્ટ 2021માં ભારતના મહાનગગરો અને ટિયર 2 તેમજ ટિયર 3 શહેરોમાં મોટા પાયે મોબાઈલ ફર્સ્ટ કન્ટેન્ટ કન્ઝપ્શનની ઓળખ થાય છે.
વીડિયો કન્ટેન્ટમાં 182%નો વધારો
રિપોર્ટ પ્રમાણે વીડિયો કન્ટેન્ટ યુઝર્સ માટે પ્રાયોરિટી રહ્યું છે. તેના કન્ઝપ્શનમાં 182%ની વૃદ્ધિ થઈ છે. શોર્ટ વીડિયો એપ્સે પણ કોરોનાકાળમાં યુઝરને એટ્રેક્ટ કર્યા છે. અહીં યુઝર્સના ટાઈમ સ્પેન્ડમાં 30%ની વૃદ્ધિ થઈ છે. શોર્ટ વીડિયોમાં કોમેડી અને મ્યુઝિકની 2 કેટેગરી સૌથી વધારે એન્ગેજિંગ રહી. તો નોન મેટ્રો અને નાના શહેરોના યુઝર્સે ક્ષેત્રીય ભાષાઓના વીડિયોને પસંદ કર્યા.
ફોન પર યુઝર્સનો ટાઈમ સ્પેન્ડ વધ્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.