વન નેશન વન ચાર્જર:મોબાઈલ-લેપટોપ કોઈપણ કંપનીનું રહે પણ હવે ચાર્જર એક જ, સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ડિવાઈસ એક ચાર્જર માટે સરકારે 17 ઓગષ્ટનાં રોજ બેઠક કરી છે. જેમાં ટેક ઇન્ડસ્ટ્રી અને ગ્રાહક મંત્રાલયનાં અધિકારીઓ સામેલ હશે. આ બેઠકમાં તમામ મોબાઇલ કંપનીઓ પણ ભાગ લેશે. હાલમાં ભારતમાં ઘણાં પ્રકારના ચાર્જર છે, જે અલગ-અલગ ડિવાઈસ માટે છે. આમાં સૌથી વધુ લોકપ્રિય ટાઇપ-C ચાર્જર અને ત્યારબાદ માઇક્રો યુએસબી અને પછી એપલનું લાઇટનિંગ ચાર્જર બજારમાં પ્રભુત્વ ધરાવે છે. ભારત સરકાર પહેલાં જ યુરોપિયન યુનિયને તાજેતરમાં યુએસબી ટાઇપ-C પોર્ટનાં ઉપયોગને સામાન્ય ચાર્જર તરીકે ઉપયોગ કરવાની જાહેરાત કરી છે, જેની શરૂઆત 2024થી થશે એટલે કે, વર્ષ 2024માં યુરોપિયન દેશોમાં વેચાતા તમામ ડિવાઈસીસને ટાઇપ-C પોર્ટ સાથે આવશે. અમેરિકામાં પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે.

અમેરિકા અને યુરોપની જેમ ભારતમાં પણ આ નિયમો લાગુ થશે
PTIનાં રિપોર્ટ મુજબ સરકારી અધિકારીએ કહ્યું છે, કે જ્યારે તમામ કંપનીઓ અમેરિકા અને યુરોપમાં એક જ પ્રકારનું ચાર્જર આપી શકે છે તો ભારતમાં કેમ નહીં? તેમણે કહ્યું, કે જો કોમન ચાર્જરને લઈને ભારત સરકાર તરફથી કોઈ દબાણ નહીં આવે તો અમેરિકા અને યુરોપથી આવનારાં તમામ ચાર્જર્સને ભારતીય બજારમાં લાવવામાં આવશે. હાલની સ્થિતિમાં દરેક નવા ડિવાઇઈસ (સ્માર્ટફોન, લેપટોપ, અન્ય ગેજેટ) માટે યુઝરે નવા પ્રકારનું ચાર્જર ખરીદવું પડે છે. જો સરકાર કોમન ચાર્જર મંગાવશે તો લોકો કમ્ફર્ટેબલ થશે અને એક જ ચાર્જરમાંથી ઘણાં ડિવાઇસ ચાર્જ કરી શકશે. ચાર્જર વિશે સૌથી વધુ ફરિયાદો આઈફોન અને એન્ડ્રોઈડ યુઝર્સની રહે છે.

અમેરિકામાં 29 ટકા ટાઇપ-C ચાર્જર વેંચાયા
એક રિપોર્ટ મુજબ વર્ષ 2018માં અમેરિકામાં વેચાયેલા ચાર્જર્સમાંથી અડધા USB માઇક્રો-B ચાર્જર હતાં, જ્યારે 29 ટકા ટાઇપ-C ચાર્જર અને 21 ટકા લાઇટનિંગ ચાર્જર હતા એટલે કે 21 ટકા ડિવાઇસ એપલના હતા, કારણ કે માત્ર એપલ જ લાઇટનિંગ પોર્ટનો ઉપયોગ કરે છે.

એપલ પર અસર
કોમન ચાર્જર માટેની EUની દરખાસ્તનો સૌથી વધુ વિરોધ એપલનો હતો. એપલ આઇફોન્સ, એરપોડ્સ અને બીજા ડિવાઈસીસમાં તેનાં લાઇટનિંગ કનેક્ટરનો ઉપયોગ કરે છે. ડેલ, એચપી અને આસુસ જેવા કેટલાક લેપટોપ ઉત્પાદકોએ પણ તેમનાં સસ્તાં ડિવાઈસ સાથે ઓફર કરવામાં આવતાં ચાર્જરને બદલવું પડશે. જો કે, આ કંપનીઓનાં મોટાભાગનાં લેપટોપમાં પહેલેથી જ USB ટાઇપ-C પોર્ટ હોય છે, તેથી તેને તમારા બજેટ લેપટોપ માટે અપનાવવાથી સમસ્યા ન થવી જોઈએ.