એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઈસની માગ સતત વધશે સાથે જ તેની રેવેન્યૂ બમણી થશે. ટેબ્લેટ, નોટબુક અને pc ત્રણેયનો રેવેન્યૂ સેલ 2020માં 25% તો 2021માં 17% વધવાની આશા છે.
માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સના રિપોર્ટ પ્રમાણે, ઘણા વર્ષોથી શિપમેન્ટ્સ અને રેવેન્યૂમાં ઘટાડા સાથે મોબાઈલ કમ્પ્યુટિંગ માર્કેટમાં રોનક આવી છે. કોરોનાકાળમાં તેની માગે એક નવો રેકોર્ડ સર્જ્યો છે.
મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઈસમાં બેટરી, કેમેરા, વોઈસ રેકોર્ડર, મ્યુઝિક પ્લેયર લેપટોપ કમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટફોન, ઈ રીડર અને હેન્ડહેલ્ડ ગેમિંગ જેવાં ડિવાઈસ સામેલ છે.
મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઈસ શિપમેન્ટ 46 કરોડ યુનિટ થયાં
વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ લર્નિંગ ઓપરેશન અને હાઈબ્રિડ વર્ક શિડ્યુલ પહેલાંની સરખામણીએ વધ્યો છે. તેથી વર્ષ 2026 સુધી મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઈસ શિપમેન્ટને આશરે 46 કરોડ યુનિટ (458 મિલિયન) સુધી વધવાનું અનુમાન છે.
કનેક્ટેડ કમ્પ્યુટિંગના ડાયરેક્ટર એરિક સ્મિથનું કહેવું છે કે, સ્માર્ટફોન દરરોજના ઉપયોગ માટે જરૂરી બન્યો છે. તેમણે કહ્યું કે પ્રોફેશનલ કસ્ટમર પ્રોડક્ટિવિટી ટૂલનો વધારે ઉપયોગ કરી રહ્યા છે.
વર્ક ફ્રોમ હોમને કારણે માગ વધી
દરેક ઘરમાં હવે કોઈને કોઈ ડિવાઈસનો ઉપયોગ વધવા લાગ્યો છે. ડિવાઈસની મદદથી લોકો ઘરેથી જ ઓફિસનું કામ કરી રહ્યા છે. સાથે જ તેઓ સંસ્થાને વર્ક ફ્રોમ હોમ કરવા દેવાની પરમિશન માગી રહ્યા છે. આ તમામ ઘટનાઓથી લાગે છે કે મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઈસની માગ હાલ માર્કેટમાં યથાવત રહેશે.
નવા સોફ્ટવેરને કારણે માગ વધી
રિપોર્ટનું અનુમાન છે કે, દુનિયાના તમામ ઘરોમાંથી 39% સુધી કમ્પ્યુટિંગ ડિવાઈસ પ્રોડક્ટ હશે. સાથે જ તેનું ચલણ વધતું જશે. વિન્ડોઝ 11ની નવી અપડેટ માર્કેટમાં નવી તેજી લાવાનું કામ કરશે. તેનાથી 2025માં આશરે 15 લાખ કરોડ (197 બિલિયન ડોલર)થી 18 લાખ કરોડ (241 બિલિયન ડોલર) સુધી રેવેન્યૂ હાઈ લેવલ પર પહોંચવાની આશા છે.
ઈન્ડસ્ટ્રીના ડાયેરેક્ટર ચિરાગ ઉપાધ્યાયે કહ્યું કે, કોવિડ-19 સંક્રમણની લહેર દર વર્ષે મોટાં માર્કેટ અને ગ્રાહકોની માનસિકતાને પ્રભાવિત કરી રહી છે. તેનાથી સતત હાઈ ડિમાન્ડ જળવાઈ રહેશે. તો સપ્લાય ચેનનું રિસ્ક 2023 સુધી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.