દેશમાં ફેસ્ટિવ સિઝન શરૂ થવાની છે. તેવામાં ગ્રાહકો માટે એક માઠા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે, બની શકે તમે માર્કેટમાં કોઈને ગિફ્ટ આપવા માટે મોબાઈલની ખરીદી કરવા જાઓ તો તમને તે ન મળે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દુનિયાભરમાં ચિપની અછત વર્તાઈ રહી છે.
ગત વર્ષે ફેસ્ટિવ સિઝનમાં 30 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો
દેશમાં હેન્ડસેટ મોબાઈલના સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે સતત યથાવત રહેશે. ઈન્ડસ્ટ્રી રિપોર્ટ પ્રમાણે, ઓનલાઈન પ્લેટફોર્મની સરખામણીએ ઓફલાઈન મોબાઈલની સપ્લાય ચેન વધારે પ્રભાવિત થવાની આશા છે. ગયા વર્ષે ફેસ્ટિવ સિઝનમાં એક અઠવાડિયાંમાં 30 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.
રિટેલર્સ સપ્લાયના ડરથી સ્ટોક વધારી રહ્યા છે
દેશમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. તેવામાં રિટેલર્સ વચ્ચે મોબાઈલ સ્ટોક માટે એક રેસ લાગી છે. ચિપની અછતને કારણે મોબાઈલ ફોનની સપ્લાય ચેનમાં અછત જોવા મળી શકે છે.કેટલાક રિટેલર્સનું કહેવું છે કે, તેઓ પહેલાં 21 દિવસનો એડવાન્સ સ્ટોક રાખતા હતાં હવે તે 30 દિવસનો કર્યો છે.
ઓનલાઈન-ઓફલાઈન બંને સેગમેન્ટમાં અછત
દેશમાં હેન્ડસેટ મોબાઈલના સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોનું માનીએ તો ઓનલાઈન વેચાણની સરખામણીએ માર્કેટમાં દુકાનોમાં થતું સેલિંગ વધારે પ્રભાવિત થઈ શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને સેગમેન્ટમાં કમ્પોનન્ટની અછતને કારણે સપ્લાય ચેન પ્રભાવિત થઈ રહી છે.
ઓફલાઈનની સરખામણીએ ઓનલાઈન ફોન જલ્દી મળે છે
રિપોર્ટનું કહેવું છે કે, ઓફલાઈન માર્કેટમાં મોબાઈલ ન હોવાથી લોકો ઓનલાઈન માર્કેટ તરફ દોટ મૂકે છે. ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદર ખુરાનાનું કહેવું છે કે, શાઓમી જેવી બ્રાન્ડ ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોકસ કરે છે.
ફોન લોન્ચ થઈ જાય તેના ઘણા દિવસો બાદ પણ ઓફલાઈન સ્ટોર સુધી તે નથી પહોંચતા. તેમનું કહેવું છે કે, ઓફલાઈન સ્ટોરમાં ફોન ન પહોંચવાનું કારણ ઓનલાઈન એક્સક્લુઝિવ ડીલ હોય છે. સેમસંગ, ઓપ્પો, રિયલમી અને શાઓમી જેવી બ્રાન્ડના સ્માર્ટફોન સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મોબાઈલ કંપનીએ રિપોર્ટનું ખંડન કર્યું
શાઓમીએ અરવિંદરની વાતોને વખોડી છે. કંપનીનું કહેવું છે કે, શાઓમીના ઓફલાઈન વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ મોબાઈલ સ્ટોક પર નજર રાખતું યુનિટ સપ્લાય અને ડિમાન્ડ બેલેન્સ કરી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.