કોરોના સામેની જંગમાં રોબાટ તૈયાર:MITએ 30 મિનિટમાં 4 હજાર વર્ગ ફીટવાળા ગોડાઉનના ફ્લોરને ડિસઈન્ફેક્ટ કરતો રોબોટ બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • MITના કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરીએ અવા રોબોટિક્સ અને ગ્રેટર બોસ્ટન ફૂડ સાથે મળી આ રોબોટ તૈયાર કર્યો
  • રોબોટ ડિસઈન્ફેક્શનમાટે અલ્ટ્રાવાયલેટ-સી કિરણોનો ઉપયોગ કરે છે
  • તે જમીન સાથે હવામાં રહેલા બેક્ટેરિયા અને વાઈરસનો નાશ કરવા માટે પણ સક્ષમ છે
  • ભવિષ્યમાં તેનો ઉપયોગ મોટી દુકાનો અને સ્કૂલની સાફસફાઈ માટે પણ કરી શકાશે

અમેરિકાની MIT (મશાચુશેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)એ કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખીને એક રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ 30 મિનિટમાં 4 હજાર વર્ગ ફીટવાળા ગોડાઉનના ફ્લોરને ડિસઈન્ફેક્ટ કરી શકે છે. તેનો ઉપયોગ ભવિષ્યમાં મોટી દુકાનો અને સ્કૂલની સાફસફાઈ માટે પણ કરી શકાશે.

MITના કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરીએ અવા રોબોટિક્સ અને ગ્રેટર બોસ્ટન ફૂડ સાથે મળી આ રોબોટ તૈયાર કર્યો છે. રોબોટ ડિસઈન્ફેક્શન (જંતુમુક્ત કરવાની પ્રક્રિયા) માટે UVC (અલ્ટ્રાવાયલેટ-સી) કિરણોનો ઉપયોગ કરે છે. રોબોટ હવામાં ફેલાયેલા કોરોનાવાઈરસના કણોનો ડિસઈન્ફેક્ટ કરવા માટે પણ સક્ષમ છે.

સુપરમાર્કેટ, ફેક્ટરી અને રેસ્ટોરાંમાં પણ આ રોબોટ કામમાં આવી શકે છે
રિસર્ચરના જણાવ્યા અનુસાર,  સુપરમાર્કેટ, ફેક્ટરી અને રેસ્ટોરાંમાં પણ આ રોબોટનો ઉપયોગ કરી શકાશે. રોબોટને ડેવલપ કરવા માટે તેના નીચેના ભાગને અવા રોબોટિક્સના એક મોબાઈલ રોબોટનો ઉપયોગ થયો છે. ઉપરના ભાગમાં UVC લગાવીને તેને મોડિફાય કરાયો છે.

રોબાટમાંથી નીકળતા UV કિરણો ડિસઈન્ફેક્શનનું કામ કરે છે
આ મોબાઈલ રોબોટ જ્યારે કામ કરે છે ત્યારે તેના ઉપરના ભાગમાંથી નાની વેવલેન્થના અલ્ટ્રાવાયલેટ કિરણો નીકળે છે. આ કિરણો જંતુઓનો નાશ કરે છે અને તેમના DNAને હાનિ પહોંચાડે છે. આ પ્રક્રિયાને અલ્ટ્રાવાયલેટ જર્મિસાઈડલ ઈરેડિએશન કહેવાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે હોસ્પિટલ સહિતની સંસ્થાઓમાં રૂમ્સ અને ફ્લોરને જંતુમુક્ત કરવા માટે થાય છે.

કોઈ પણ સુપરવિઝન વગર આપમેળે રોબોટ કામ કરે છે
રોબોટને તૈયાર કરનાર રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, UVC કિરણો અલગ અલગ સપાટી પર રહેલાં બેક્ટેરિયા અને વાઈરસનો નાશ કરવા માટે સક્ષમ સાબિત થયા છે. જોકે, તેનાથી મનુષ્યોને નુક્સાન થાય છે. આ રોબોટ આપમેળે કામ કરે છે. તે કોઈ પણ સુપરવિઝન અને આદેશો વગર કાર્ય કરે છે.

કોઈ પણ સપાટી પર ઘણા દિવસો સુધી કોરોનાવાઈરસ જીવિત રહી શકે છે
કોવિડ-19 હવાનાં માધ્યમથી ફેલાય છે. તે કોઈ પણ પ્રકારની સપાટી પર પણ જીવિત રહી શકે છે.  દુનિયામાં કોરોનાવાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં આ રોબોટના ઉપયોગથી સ્કૂલ અને સુપરમાર્કેટ્સમાં પરિસરને જંતુમુક્ત કરી શકાય છે. હાલ માત્ર આ એક જ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને ફૂડ બેંકમાં રાખવામાં આવ્યો છે. રોબોટને બનાવનાર સંશોધકો બીજા રોબોટ તૈયાર કરવા અને એક સાથે ઘણા રોબોટ કામ કરી શકે તેવું સમાધાન શોધવા માટે કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...